________________
૨૧૨
શ્રીમદની જીવનસિદ્ધિ નિર્દેશ કર્યો છે. અંતમાં પણ તેમની સ્તુતિ-પ્રશંસા કરી હનુમાનને વંદન કર્યા છે. આ કૃતિ સામાન્ય કેટિની છે. અને આ પ્રકારનું આ એક જ પદ્ય મળે છે, જેમાં જેનેતરની સ્તુતિ હોય. આ કૃતિ પરથી એ ખ્યાલ આવે છે કે જૈનધર્મ તરફની તેમની પ્રીતિ સર્વ ધર્મનું અવલોકન કર્યા બાદ થઈ હતી.
“સ્વદેશીઓને વિનતિ ૨૬ આ પદમાં પોતાને દેશનું હિત ખ્યાલમાં રાખીને વર્તવાનું તેમણે જણાવ્યું છે. અને પોતાના દેશ માટે સૌપ્રથમ હિત “બાળલગ્ન”ના રિવાજ દૂર કરે છે છે. તે પછી જાતજાતના પ્રવર્તતા વહેમથી મુક્ત થવું એ પણ દેશહિતનું જ કામ છે, તેમ જણાવ્યું છે. તે સમયે વિધવાઓની પરિસ્થિતિ ઘણુ ખરાબ હતી, તે સુધારવા અને અનીતિથી દૂર રહેવાની તેમાં શિખામણ આપી છે. કન્યાકેળવણી પર તેમણે વધુ ભાર મૂક્યો છે. ઉપરાંત સારા ગ્રંથનું વાચન કરવું, સંપીને ચાલવું વગેરે ઉપયોગી હિતવચનો પણ કર્તાએ આપ્યાં છે. જેમ કે --
સુસંપ રાખજે સહુ, કુસંપ કાઢીને પરે, કુચાલ દુષ્ટ ચાલ, વિશેષ દૂર સૌ કરે; હણાવી હાનિને કરો, સુકામ દેશી તમે, કરે સુજાણ દેશહિત, હેત રાખી આ સમે.”
શ્રીમંત જનેને શિખામણ ૨ ૭
આ રચનામાં શ્રીમંત જનોએ પિસ કઈ રીતે વાપરે તે કવિએ બતાવ્યું છે. તેમાં પણ “સ્વદેશીઓને વિનંતી જેમાં જણાવેલાં દૂષણે દૂર કરવા માટે લક્ષમીને ઉપયોગ કરવા જોઈએ તેમ કવિ કહે છે. કારીગરને ઉત્તેજન આપી કળા વધારવી, કન્યાઓને વિદ્યાદાન આપવા શાળા સ્થાપવી, તબીબી કલેજે સ્થાપવી, જેથી દર્દીઓને રાહત રહે, પુનર્લગ્નને પ્રચાર કરો, સારાં પુસ્તકાલયો બંધાવવાં, અપંગને સહાય કરવી વગેરે સમાજને ઉપગી પ્રવૃત્તિઓમાં લક્ષમી વાપરવા આ રચનામાં ભલામણ કરાઈ છે; જુઓ –
શાળા વદ તણે બહ, કરજે ગામેગામ, દરદીને ઓસડ દિયો, ધરી વધારે હામ. કન્યાઓને વાતે, કરે કૂલ શ્રીમંત,
દુઃખ એહનાં કાપવા, ધરા સવે ખંત.” આમ લોકોપયોગી કામ કરવાથી પ્રભુ ખૂબ રાજી થશે તેમ શ્રીમદ વીસ કડીના આ પદના અંતમાં જણાવે છે.
૨૬. “સુબોધસંગ્રહ", પૃ. ૬. ૨૭. એજન, પૃ. ૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org