________________
૨૦૯
૪. પ્રકી રાષનાએ વાચન પર વિશેષ ભાર મૂકતાં તેઓ લખે છે કે :
“વાચન વ્યસન વધારજે, રાખી લીલું જ્ઞાન,
વાંચ્યાથી કહું છું થશે, ડાહી તું વિદ્વાન ૯૫ છેવટે શ્રીમદે પોતાનાં નામ, ગામ વગેરેને નિર્દેશ કરી પ્રભુને પ્રાર્થના કરવાનું સૂચન કરી “સાધશતક પૂર્ણ કર્યું છે. આગળની ગરબીની અપેક્ષાએ આ શતકમાં વિચારોની ખાસ નવીનતા નથી, પરંતુ ભાષા પર કાબૂ નાની વયમાં પણ તેમને ઘણું સારો હતો તેને ખ્યાલ આવે છે. સાથે સાથે પદ્યરચનાની સ્વાભાવિકતા હોવાથી પ્રાસ કે ચમક માટે જરાય પ્રયત્ન કરવો પડ્યો હોય એમ લાગતું નથી. ઉદાહરણ તરીકે “કપટ કદી ન કીજિયે”,
વાચન વ્યસન વધારજે” જેવી અનેક પંક્તિઓમાં યમક અલંકાર મળે છે અને અત્યાનુપ્રાસ તે લગભગ દરેક પંક્તિમાં જોવા મળે છે.
સ્ત્રીનીતિબોધક”માં આપણે શ્રીમદ્દ સુધારકરૂપે જોઈ શકીએ છીએ. નર્મદનો સુધારાને જુસ્સો અને દલપતરામની સરળ રીતિનું સુભગ મિશ્રણ આ પુસ્તકમાં જોવા મળે છે.
“ દેશહિત દયાળુ કરાવ, નમું તને હેતે રે,
જેથી ઊપજે આનંદ ભાવ, નમું તને હેતે રે.”૧૮ “દાટ કૃષ્ણ-ગીતથી જેમ છે વળે રે લોલ,
એથી વધી વ્યભિચાર ફ્લેશ તે ભા.૧૯ જેવી અનેક પંક્તિઓમાં સરળ ભાષામાં ઉપદેશ અપાવે છે. ગરબીઓમાં ભાષાની સરળતા એટલી બધી છે કે કોઈને પણ એ ગરબી સમજવામાં મુશ્કેલી નડે તેમ નથી.
સામાન્ય રીતે આ ગરબીઓ દસથી વીસ કડીઓની જોવા મળે છે. કોઈક ગરબીમાં બે પંક્તિની કડીઓ છે. તે કેઈક ગરબીમાં ચાર પંક્તિની કડીઓ છે.
આ ગરબીઓનો ઉપાડ એક યા બીજા પ્રકારની ધ્રુવપંક્તિથી જ કવિ કરે છે. અથવા પહેલી કડીની પહેલી પંક્તિને ધ્રુવપંક્તિ બનાવે છે, જેમ કે “સાંભળ નારી સુલક્ષણી, શીખ મારી આ ઠીક”, “ધિક છે, ધિફ છે, ધિક્ છે રે, બહુ અભણ નારીને ધિક છે” વગેરે. કેટલીક ગરબીમાં “નમું તને હેતે રે”, “વિદ્યામાં છે ગુણ બહુ”, “સૂણ જે શીખ સારી , “સુધરજે સ્નેહથી”, “દુ:ખની ભીતિ રે” વગેરે અડધું ચરણ પ્રત્યેક કડીમાં
અપાયેલું છે.
આમ ગરબીનો યોગ્ય ઉપાડ કવિ કરે છે. તેમાં અલબત્ત ગરબીને યોગ્ય ગેયતા રહેલી હોય છે, તેમ છતાં કાવ્યની દૃષ્ટિએ તેમાં કોઈ અસાધારણ ચમત્કૃતિ જોવા મળતી નથી.
૧૮. “સુબોધસંગ્રહ”, પૃ. ૧૦. ૧૯. એજન, પૃ. ૪૦.
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org