________________
૪. પ્રકી રચનાઓ
૨૦૫
ભાગ ૨
બીજા ભાગમાં “જ્ઞાન”ને કેન્દ્રમાં રાખીને સાત ગરબીઓ રચાયેલી જોવા મળે છે. તેમાં વિદ્યા વિશે”, “કેળવણું વિશે”, “કેળવણીના ફાયદા વિશે”, “સુગ્રંથ વાંચવા વિશે એમ વગેરે વિષયેની સાથે શ્રીમદ્ “અભણ સ્ત્રીને ધિક્કાર” આપવા વિશે પણ લખ્યું છે. આ વિભાગમાં પણ ભાષાની સરળતા જોવા મળે છે. સાથે સાથે તેની ગેયતા સ્ત્રીઓને વધુ આકર્ષણરૂપ થાય તે સ્વાભાવિક છે. “વિદ્યા અને કેળવણી સંબંધી” ગરબીમાં તેમણે લખ્યું છે કે –
વિદ્યા છે સુખરૂપ સારી રે, વિદ્યામાં છે ગુણ બહુ
એ દિવ્યચક્ષુ દેનારી રે, વિદ્યામાં છે ગુણ બહ૧૧ આવી દિવ્યચક્ષુ આપનારી વિદ્યા સર્વત્ર સન્માન પામે છે, બધા જ તેને વખાણે છે. અને સમય આવ્યે આ વિદ્યા ખૂબ ઉપગી થાય છે, તેથી તેને અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ એમ તેમણે આ ગરબીમાં સમજાવ્યું છે. વિદ્યા લેવાથી કયા કયા ફાયદા થાય છે તે “કેળવણીના ફાયદા” એ ગરબીમાં તેમણે બતાવ્યું છે. કેળવણીને લીધે ઘણું નવા હુન્નર શોધાયા, આળસ છૂટી ગઈ, વહેમનું ખંડન થયું, તાર, ટપાલ વગેરે મળ્યાં. કેળવણીના પ્રતાપથી અનેક ગરીબ અમીર બની શક્યા, તે વગેરે ફાયદા તેમણે બતાવ્યા છે.
પણ આ કેળવણી ઉપરછલી ન હોવી જોઈએ, કારણ કે પિપટિયા જ્ઞાનને કોઈ અર્થ નથી, તેથી જે જાણ્યું તેને વિચાર પણ સમજવો જોઈએ. તેથી કહે છે કે સાચી કેળવણી એ “તન સાથે કેળવણું મનની રે, મન સાથે કેળવણું તન” છે. એ વસ્તુ તેમણે “કેળવણું વિશે ની ગરબીમાં બતાવી છે. આમ તેમણે કેળવણીનાં જુદાં જુદાં રૂપ જુદી જુદી ગરબીમાં, પણ સાથે સાથે આપ્યાં છે, જેથી અસર વધુ સચોટ બને છે. અને એના જ અનુસંધાનમાં શ્રીમદ્ “ અભણ સ્ત્રીને ધિક્કાર” પણ આપે છે. તેઓ અભણ નારીના હાલ, ભણતરની ઉપયોગિતા તથા તેનું મહત્ત્વ આ ગરબીમાં દર્શાવે છે. પોતાનું હિત કરવા માટે ભણવું જ જોઈએ એવો ભાવ તેમણે અહીં ગૂંચ્યું છે. આમ વાંચવાનું તથા ભણવાનું તે તેમણે કહ્યું, પણ વાંચવું શું ? – એ પ્રશ્ન થાય તે તેના ઉત્તરરૂપે “સુગ્રંથ વાંચવા વિશે” એ પદ્ય તેમણે લખેલ છે. નીતિની વાત જાણવા મળે તેવા સુગ્રંથે વાંચીને વિચારવાથી ઘણું લાભ થાય છે. તેથી સુગ્રંથ વાંચવા પર ભાર મૂકવાના કારણમાં ર્તા જણાવે છે કે –
“અમૃત તણે ફૂપ એ ગણે રે, દીસે શેક તણે હરનાર;
બૈર્ય આપે અતિશય દુઃખમાં રે, એ જ સુગ્રંથ સુખ કરનાર.૧૨ આ જ પ્રમાણે સારું જ્ઞાન આપતાં પુસ્તકો વાંચવાથી થતા લાભ તેમણે “જ્ઞાન વધારવા વિશે” એ ગરબીમાં પણ ગણાવ્યા છે. અને કેળવણી, જ્ઞાન વગેરેને લગતી ગરબીઓના
૧૧. “સુબોધસંગ્રહ”, પૃ. ૨૦ ૧૨. “ સ્ત્રીનીતિબોધક, ગરબી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org