________________
૪. પ્રકીર્ણ રચનાઓ
પુસ્તક પ્રસિદ્ધ થવાની ઘણું અગત્ય છે. અને એ વિશે સર્વ સ્વદેશહિતેચ્છુઓ ધ્યાનમાં લેશે.”૨ .
તે પછી જૂના વિચારના લોકો તરફથી સ્ત્રીકેળવણી સામે મુકાતા આક્ષેપ દૂર કર્યા છે અને સ્ત્રીઓને વાંચવા યોગ્ય કેટલાંક પુસ્તકોનાં નામ આપતાં તેઓ લખે છે કે –
“વળી વહેમી અને અજ્ઞાની લોકે પણ એમ જ કહે છે કે જે સ્ત્રીઓને ભણાવીએ તે તેઓ બગડી જાય, પણ એ વિચાર જ અજ્ઞાનતા દર્શાવે છે. પૂરી કેળવણી વિના અબળા ક્યાંથી સુધરે ?”
સ્ત્રીનીતિધર્મ, દેવજ્ઞદર્પણ, ભૂતનિબંધ, પાર્વતીકુંવરાખ્યાન, સંસારસુખ, નીતિવચન વગેરે સારાં સારાં સુનીતિદર્શક પુસ્તકો વાંચવામાં આવે તે અનીતિને પ્રસાર ન થાય. માટે સ્ત્રીઓને પૂરી કેળવણી આપવી જોઈએ. એવી મારી સ્વદેશીઓને નમ્રતાપૂર્વક ભલામણ છે.”૩
આ વચનમાં આપણને શ્રીમદની વિચારશક્તિને પરિચય થાય છે. તેઓ સ્ત્રીઓ ન સુધારવાના કારણમાં બાળલગ્ન, કજોડાં અને વહેમ કે અજ્ઞાન ગણાવે છે, જે હિંદના સર્વ વિચારકેને પણ મત છે. તેમના સમયમાં થયેલા સુધારાના હિમાયતીઓ તથા અન્ય સર્વને બાળલગ્નની અનિષ્ટતા વિચારવા તેઓ ભારપૂર્વક ભલામણ કરે છે, અને તે સુધારા કરવામાં તેઓ સાહિત્ય દ્વારા પોતાને ફાળો આપવા માગતા હતા તે, એમણે કરેલી આ પુસ્તકની જનામાંથી આપણે જાણી શકીએ છીએ. તેઓ લખે છે કે –
“આ પુસ્તકમાં સ્ત્રીઓને ઉપયોગી થાય તેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મારે ત્રણ ભાગ કરવાના છે. તેમાંનો આ પહેલો ભાગ બહાર પડ્યો છે. અને મદદ મળશે તે આ પુસ્તકના બીજા બે ભાગ પણ ચેગ્ય વખતે બહાર પાડીશ. થોડી કિમત રખાય અને ઘણાને લાભ લેવાનું બની આવે તેટલા માટે આ વિચાર કર્યો છે.”૪
આ પુસ્તકના બીજા બે ભાગ લખાયા કે છપાયા નથી, પણ શ્રીમદ્દન તેમ કરવાને વિચાર હતો તે આપણે ઉપરના અવતરણમાં જોઈ શકીએ છીએ. વળી, થોડી કિંમતે ઘણા લાભ લઈ શકે એ હેતુએ આ પ્રથમ વિભાગ તેમણે ચાર આનાની કિંમતે પ્રસિદ્ધ કર્યો હતે.
સંસારસુધારાના એક સ્વરૂપ “સ્ત્રીકેળવણ” વિશે શ્રીમદ્ આ પુસ્તકમાં વિચારણા કરેલી છે. તેમાં સ્ત્રીઓમાં સદાચાર, નીતિ, નમ્રતા આદિ ગુણો ખીલવવા વિશેની વિચારણા તેમણે સેળ વર્ષની લઘુ વયે કરેલી છે. સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે આ બધા ગુણાની
૨. “સુબેધસંગ્રહ”, પૃ. ૭.
૩-૪, એજન, પૃ. ૮. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org