________________
શ્રીમદની જીવનસિદ્ધિ આ પુસ્તકમાં ઈશ્વરભજન, સ્ત્રીકેળવણી, સંસારસુધારે વગેરે વિશે તત્કાલીન લોકોમાં પ્રચલિત દેશીઓમાં બાધક ગરબીઓ આપી છે. એટલે કે આ બધી ગરબીઓ “ઓધવજી સંદેશે કહેજે શ્યામને..”, “અંતકાળે સશું નહિ કઈ રે..”, “પ્રેમની પ્રેમની પ્રેમની રે...”, “રંગતાળી રંગતાળી રંગતાળી કે રંગમાં રંગતાળી...”, “મા! તું પાવાની પટરાણું....”, “મા પાવા તે ગઢથી ઊતર્યા..” વગેરે લોકપ્રચલિત દેશીઓમાં રચાયેલી છે.
આ ગરબીઓમાં વિષય અનુસાર ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં પરમેશ્વરને પ્રાર્થના, પરમેશ્વરની લીલા, દેહની ક્ષણભંગુરતા, ઉદ્યમ વગેરે વિશે ગરબીઓ છે. બીજા વિભાગમાં વિદ્યા, કેળવણી, ગ્રંથવાચન, સદુપદેશ વગેરે પર શિખામણરૂપ ગરબીઓ છે. ત્રીજા વિભાગમાં સત્ય, સુનીતિ, સદાચાર વગેરે વિશે ગરબીઓ છે, અને ચોથા વિભાગમાં સુલક્ષણા નારી વિશે તથા તેને અપાયેલા ઉપદેશ વિશે રચના છે. ચોથા વિભાગમાં માત્ર બે જ રચનાઓ મળે છે.
“સ્ત્રીનીતિબોધક”ના મુખપૃષ્ઠ ઉપર ભુજંગી છંદમાં એક કડી આપી છે, જે સ્ત્રીકેળવણીની સૂચના કરે છે –
“થવા દેશ આબાદ સૌ હોંશ ધારે,
ભણાવી ગણાવી વનિતા સુધારે; થતી આર્યભૂમિ વિશે જેહ હાનિ,
કરો દૂર તેને તમે હિત માની.” તે પછી સંસારસુધારાની પ્રેરણારૂપે મનહર છંદમાં સ્ત્રીકેળવણી વિશે લખ્યું છે –
કુધારે કરેલ બહુ, હુમલો હિમ્મત ધરી, વધારે વધારે જોર, દરશાવિયું રે, સુધારાની સામી જેણે, કમર છે કસી હસી, નિત્ય નિત્ય કુસંપ જે, લાવવા ધ્યાન ધરે, તેને કાઢવાને તમે, નાર કેળવણી આપ, કુચાલે નઠારા કાઢે, બીજા જે બહુ નડે, રાયચંદ પ્રેમે કહે, સ્વદેશી સુજાણુજને,
દેશહિત કામ હવે, કેમ નહિ આદરે ?” આમ સંસારસુધારાની તરફેણ કર્યા પછી આ પુસ્તકની નાની છતાં. સુંદર પ્રસ્તાવના શ્રીમદે લખી છે. તેમાં સ્ત્રીકેળવણીના વધવા સાથે વાંચવાને પણ શોખ વધે તે માટે સારા પુસ્તકે લખવાની વિદ્વાને વિનંતી કરતાં તેઓ લખે છે કે –
આપણે ભરતખંડમાં હાલ સ્ત્રીકેળવણીને સારે પ્રસાર થતું જાય છે. તેમ જ વળી વાંચવાને શેખ પણ વધતું જાય છેજેથી કરીને સ્ત્રીઓને વાંચવા લાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org