________________
૧૯૮
શ્રીમદના જીવનસિદ્ધિ “ઉદ્દઘાતથી વાચકને, શ્રોતાને, અ૫. અ૮૫ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષના આત્મસ્વભાવરૂપ પરમધર્મને વિચાર કરવાની કુરણ થાય એવો લક્ષ સામાન્યપણે રાખો . સહજ સૂચના છે.”...૭૫
ફરી આવૃત્તિ અને સુખ ઊપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય નીચે લીટી દોરી છે, તેમ કરવા જરૂર નથી, શ્રોતા-વાચકને બનતાં સુધી આપણા અભિપ્રાયે ન દેરવા લક્ષ રાખવું. શ્રોતા-વાચકમાં પોતાની મેળે અભિપ્રાય ઊગવા દેવો. સારાસાર તેલ કરવાનું વાંચનાર – શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પોતાને ઊગી શકે તેવા અભિપ્રાયને થંભી ન દેવો.”૭૬
જનધર્મની ટૂંકી માહિતી આપતા આ ગ્રંથ વિશે શ્રી બ્રહ્મચારી “શ્રીમદ રાજચંદ્ર જીવનકળા”માં લખે છે કે –
' “એક પ્રઢ કેળવણીકાર જેમ પોતાની પહેલાંના જમાનાને વિચાર કરી પૂર્વે થઈ ગયેલા કેળવણીકારોનો અનુભવ લક્ષમાં લઈ પોતાના જમાનાની જરૂરિયાત તથા ભાવિ જમાનાની જરૂરિયાત ઉપર પહોંચે તેટલી દીર્ઘદ્રષ્ટિ મૂકી, માનવ-સ્વભાવને લક્ષમાં લઈને માર્ગદર્શક ગ્રંથે ગૂથે તથા શિક્ષણ પદ્ધતિ યોજે, તેથી પણ વિશેષ ગ્યતા દીર્ધદષ્ટિથી શ્રીમદ્ મોક્ષમાળાની યોજના વિચારી તેની શરૂઆત કરી છે.”૭૭
આમ અહીં શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજી “મેક્ષમાળા”માં શ્રીમદે વાપરેલી દીર્ઘદૃષ્ટિના નિર્દેશ કરે છે.
અંતમાં શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીએ કરેલા “શ્રીમદ્ રાજચંદ્ર”ના હિંદી અનુવાદમાં મોક્ષમાળા” વિશે આપેલો અભિપ્રાય જાણવો યોગ્ય ગણાશે. તે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે કે –
"इसमें सन्देह नहीं कि मोक्षमाला राजचंद्रजोकी एक अमर रचना है। इससे उनकी छोटीसी अवस्थाकी विचारशक्ति, लेखनकी मार्मिकता, तर्कपटुता और कवित्वकी प्रतिभाका आभास मिलता है। जैनधर्मके अन्तस्तल में प्रवेश करनेके लिए वह एक भव्य द्वार है। जैनधर्मके खास खास प्रारंभिक समस्त सिद्धांतोका इसमें समावेश हो जाता है । "७८ ૭૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ અવૃત્તિ ૧, પૃ. ૬૪૮. ૭૬. એજન, પૃ. ૬૭૧. ૭૭. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ", આવૃત્તિ, પૃ. ૩૩. ૭૮. રાજચંદ્ર જન શાસ્ત્રમાલા, “શ્રીમદ્ રાજચંદ્ર', પ્રસ્તાવને, પૃ. ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org