________________
પ્રકરણ ૪
પ્રકીર્ણ રચનાઓ શ્રીમદે તેમની વીસ વર્ષની વય પહેલાં “ભાવનાબેધ” અને “મેક્ષમાળા” એ બે ગદ્યકૃતિઓ ઉપરાંત કેટલીક ગદ્ય તેમજ પદ્ય એમ બંને પ્રકારની કૃતિઓની રચના કરેલી છે. તેમાં કેટલીક કૃતિઓ પૂર્ણ સ્વરૂપમાં મળે છે, તે કેટલીક અપૂર્ણ સ્વરૂપમાં ઉપલબ્ધ થાય છે. તેમની પદ્યકૃતિઓમાં “સ્ત્રીનીતિક વિભાગ ૧”, ધર્મેતર તથા ધર્મને લગતી લગભગ ૨૨ જેટલી રચનાઓ તથા અવધાન સમયે થયેલી લગભગ ૪૦ જેટલી રચનાઓને સમાવેશ થાય છે. આ સાથે “ભાવનાબોધ” અને “મોક્ષમાળા”ની પદ્યરચનાઓને પણ ઉમેરી શકાય. તેમની ગદ્યકૃતિઓમાં “રત્નકરંડશ્રાવકાચાર”માંથી અનુવાદ “દ્વાદશાનુપ્રેક્ષા”, “ઉત્તરાધ્યયનસૂત્ર”ના ૩૬મા અધ્યયનમાંથી અનુવાદ “જીવાજીવવિભક્તિ”, “મુનિસમાગમ” નામનો લેખ, “સ્વરોદયજ્ઞાન” પરની ટીકા, “નવતત્વ પ્રકરણ”ની એક ગાથા પરની ટીકા, “ જીવતત્ત્વ – સંબંધી વિચાર” વગેરેનો સમાવેશ થાય છે. “ભાવનાબોધ” અને “મોક્ષમાળા” સિવાયની આ બધી કૃતિઓ અપૂર્ણ સ્વરૂપમાં મળે છે. આ ઉપરાંત “પુષ્પમાળા”, “સાત મહાનીતિનાં વાક્યો”, “વચનામૃત”, “બધ વચનો” વગેરે જુદાં જુદાં શીર્ષક નીચે લગભગ ૧૨૦૦ જેટલાં નીતિવચનો મળે છે.
તે બધા વિશે આપણે જોઈએ.
સ્ત્રીનીતિબેઘક વિભાગ ૧
શ્રીમદ્દની સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલું અને વિ. સં. ૧૯૪૦માં પ્રગટ થયેલું આ પદ્યકૃતિઓનું પુસ્તક છે. આ પુસ્તક આજે તે જ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી, પરંતુ તેની બધી રચનાઓ આપણને “સુબોધસંગ્રહ” નામના પુસ્તકમાં મળે છે. “સુબોધસંગ્રહમાં
સ્ત્રીનીતિબોધક વિભાગ ૧” મૂળની શ્રીમદ્દની પ્રસ્તાવના સહિત આપે છે, તે ઉપરાંત શ્રીમદનાં અવધાન સમયે રચાયેલાં કાવ્યો તેમ જ બીજા કેટલાંક કાવ્ય પણ તેમાં આપવામાં આવ્યાં છે. તે વિશે “સુબોધસંગ્રહની પ્રસ્તાવનામાં તેના સંપાદક બ્રહ્મચારી ગોવર્ધનદાસજી લખે છે કે –
દસબાર વર્ષથી તે માસિકમાં લેખ મોકલતા, તથા અવધાન કરતા તે વિશે કઈ કઈ પત્રોમાં છપાતું. તે તે માસિક આદિમાંથી જે સંગ્રહ થઈ શકો તે આ
સુબોધસંગ્રહમાં છપાવ્યો છે. સ્ત્રીનીતિબોધક” પુસ્તક તેઓની હયાતીમાં જ છપાઈ ગયું હતું તેથી તેની પ્રસ્તાવના સહિત આમાં છાપ્યું છે. ” ૧. “ચીનીતિબેધક” વિભાગ ૧, પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org