________________
૩. મેક્ષમાળા
૧૮૭.
છૂટાંછવાયાં આપેલાં, તને બોધ કરતાં દ્રષ્ટાંત વાચકના વાર્તારસને પોષવા ઉપરાંત સાચો માર્ગ ચીંધવાનું કાર્ય પણ કરે છે. વળી, એમાં તેમની વાર્તાકથનની શૈલી અને શક્તિને પરિચય પણ આપણને થાય છે.
મોક્ષમાળાની પદ્યરચનાઓ “મોક્ષમાળા ”ના ૧૦૮ પાઠમાંથી ૮ પદ્યરચનાઓ છે. અને તેમાં શ્રીમદના કાવ્યત્વના ચમકારા પણ કેટલીક જગ્યાએ જોવા મળે છે. પણ સમગ્રપણે જોતાં તેમાં કાવ્યત્વ કરતાં ઊંડી તત્ત્વવિચારણું વિશેષ જોવા મળે છે. જોકે મોક્ષને માર્ગ બતાવવાના હેતુથી જ આ પુસ્તકની રચના થઈ છે, તેથી એમાં તત્ત્વવિચારણું પર વિશેષ ભાર હોય તે સ્વાભાવિક છે.
મોક્ષમાળા”માં સૌથી પહેલું પદ્ય “સર્વમાન્ય ધર્મ” નામનું બીજા પાડમાં અપાયેલું છે. ચિપાઈ છંદની ૧૪ પંક્તિની આ રચનામાં દયા ધર્મ પાળવાથી થતા લાભ વર્ણવ્યા છે. દયા એ પ્રત્યેક ધર્મને માન્ય એવું તત્ત્વ છે. તેના પાલનથી દોનો નાશ થાય છે અને શીલ, સત્ય આદિ ગુણેને વિકાસ થાય છે. અને તેથી જેન સહિત બધાં જ દર્શનને દયા પાળવાને ઉપદેશ છે, એ તેમણે આ પદ્યમાં દર્શાવ્યું છે. દયાનો મહિમા બતાવતા અન્ય પાઠની રચના સાથે આ પદ્ય પણ મૂકવા જેવું છે. તેમણે લખ્યું છે કે –
એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ
ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ.” કાવ્યત્વની દષ્ટિએ સામાન્ય ગણાય તેવા આ પદ્યની ઉરચ ભાવના તથા વિચારણા નાંધપાત્ર છે.
દયા પછી ભક્તિને મહિમા બતાવતું “ભક્તિને ઉપદેશ” નામનું પદ શ્રીમદે ૧૫માં પાઠમાં મૂક્યું છે. ભક્તિ કરવાથી મનનું ઇચ્છેલું ફળ મળે છે, આમાનો આનંદ પ્રગટ થાય છે, મનના તાપ શમે છે, કર્મનિર્જરા થાય છે, રાગદ્વેષનાં પરિણામ ઓછાં થાય છે, હલકી ગતિમાં થતે જન્મ અટકે છે, – એ આદિ લાભની સાથે ભવભ્રમણનો અંત થાય છે તે તેમણે તેટક છંદમાં રચાયેલા આ પદ્યમાં બતાવ્યું છે.
આ પહેલાંના બે પાઠમાં જિનેશ્વરની ભક્તિ કરવાનો મહિમા શ્રીમદ્ બતાવ્યો છે, અને આ પાઠમાં તેનું પદ્યસ્વરૂપ અપાયું છે. અહીં ઉપર જોયા તેવા લાભ એક પછી એક શ્રીમદ્દે ગણાવ્યા છે, અને “ભજીને ભગવંત ભવંત લહો” એ દ્વારા સૌથી મોટા લાભ “ભવ અંત"ને થાય છે તે ભારપૂર્વક જણાવ્યું છે. તેમાં “નવકાર મંત્ર”નું માહાસ્ય બતાવતાં શ્રીમદ લખે છે કે –
શુભ ભાવ વડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમર;
નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.”૬ ૨ ૨. આ કડીમાં “નવકાર મહાપદને સમ”ને બદલે કેટલીક જગ્યાએ “સહજ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org