________________
૧૩
૩. ક્ષમાળાં
- પરમ ઉદાસીનતા કે આત્માની સૌમ્યતા પામ્યાથી મહાન બનેલે આત્મા મંગળ પંક્તિ એટલે કે ક્ષપકશ્રેણી પામે છે. સાતમા ગુણસ્થાન પછીથી શ્રેણી માંડતે આત્મા બારમા ગુણસ્થાન સુધી ઝડપથી શુદ્ધતા મેળવે છે, તેથી આંત્મા મંગળ એટલે શુભ તથા કર્મ સંહાર કરવાની શક્તિરૂપ એવી પંક્તિ અર્થાત્ શ્રેણી પામે છે તેમ જણાવ્યું છે. એ વિકાસના પરિણામે આત્મામાં રહેલી રહીસહી મલિનતા ઓગળી જાય છે, ને તેનું સર્વ ધ્યાન સ્વમાં કેન્દ્રિત થાય છે. તેથી તે પરમાત્માસ્વરૂપ જેવો થાય છે, અર્થાત્ તે બુધના જે જ્ઞાયક, જ્ઞાતાદ્રષ્ટ બને છે.
નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા.”
આ રીતે વિકાસ પામતો પામતો નિગ્રંથ બનેલો જીવ માત્ર જ્ઞાતા (જાણનાર) કે દ્રષ્ટા (દેખનાર) રૂ૫ રહે છે. તેનો આ ભાવ મોટી (ગુરુ) સિદ્ધિ આપનાર – મોક્ષ આપનાર – બને છે. અથવા તો (કાં તે) પોતે જ (સ્વયં) પોતાની કેવળ નિર્મળતાનો (શુક્ર) પૂર્ણપણે (પ્રપૂર્ણ ) જાણનાર (ખ્યાતા) બને છે. એટલે કે જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેરમે ગુણસ્થાને પહોંચે છે.
વિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.” અહીં તેમણે ચૌદમાં ગુણરથાનની વાત કહી છે, અર્થાત સિદ્ધદશા બતાવી છે. તે પછી મન, વચન, અને કાયા એ ત્રણેને યોગ (દિયોગ) સંપૂર્ણ પણે (કેવળ) મંદતા પામે છે, અને સિદ્ધસ્વરૂપ પામી સુખમાં અત્યંત લીન રહે છે, વિરામ પામે છે.
આ સિદ્ધપદને લાભ સર્વ જીવને મળે તેવી શુભ કામના શ્રીમદે આ કાવ્યમાં વ્યક્ત કરી છે. ઉપજાતિ છંદમાં રચાયેલી, માત્ર આઠ જ પંક્તિની સાવ સામાન્ય લાગતી આ રચના પણ કેટલી અર્થધ અને ભાવબેધવાળી બની છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. ૬
* મોક્ષમાળા”માં ફક્ત ૮ જ પદ્યરચનાઓ હોવા છતાં તેમાં વિષયવૈવિધ્ય સારા પ્રમાણમાં જોવા મળે છે. “સર્વમાન્ય ધર્મ” કે “સામાન્ય મનેરથ” જેવાં સર્વને લાગુ પડતાં પદ્ય છે; ભક્તિ, બ્રહ્મચર્ય વગેરેનો મહિમા બતાવતાં પદ્ય પણ છે, અને “અમૂલ્ય તત્વવિચાર”, “પૂર્ણ માલિકા મંગળ” જેવાં તત્ત્વવિચારણાનું નિરૂપણ કરતાં કાવ્યો પણ છે. એ જ રીતે છંદમાં પણ ઠીક ઠીક વિવિધતા જોવા મળે છે. શ્રીમદ્ મનહર, ઉપજાતિ, તેટક, ચોપાઈ, દેહર આદિને ઉપયોગ કરેલો જોવા મળે છે. અને તે સર્વેમાં સામાન્ય રીતે છૂટ નથી લીધી તેમ કહી શકાય. આ પદ્યરચનાઓમાં પક્તિસંખ્યા પણ જુદી જુદી છે. ઓછામાં ઓછી ૮ પંક્તિથી શરૂ કરી ૩૬ પંક્તિ સુધીની રચના “મોક્ષમાળા”માં જોવા મળે છે. “અમૂલ્ય તત્વવિચાર” કે “પૂર્ણ માલિકા મંગળ” જેવાં શ્રીમની વિચારશક્તિ, કવિત્વશક્તિ આદિને પરિચય કરાવનાર કાવ્યો સાથે “ભક્તિનો ઉપદેશ” જેવાં સામાન્ય ૬૬. આ કાવ્યને આ પ્રકારનો વિશેષાઈ શ્રી ભેગીલાલ ગિ. શેઠે પણ તેમના “ આત્મસિદ્ધિ
શાસ્ત્ર” પરના વિવેચનના અંતભાગમાં કર્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org