________________
૩. મેક્ષમાળા
તે ત્રિશલાતન મન ચિંતવ, જ્ઞાન, વિવેક, વિચાર, વધારું; નિત્ય વિશેધ કરી નવ તત્ત્વને, ઉત્તમ બેધ અનેક ઉચ્ચારું. સંશયબીજ ઊગે નહી અંદર, જે જિનનાં કથને અવધારું;
રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારું.” સયાની આ રચનામાં પ્રત્યેક પંક્તિમાં એકસરખી માત્રા નથી : ૩૦થી ૩૪ સુધીની માત્રાઓની આ પંક્તિઓ છે. એટલા પ્રમાણમાં શ્રીમદે છૂટ લીધી છે. “મોક્ષમાળામાં આ પદ્ય આઠ પંક્તિમાં રજૂ થયેલ છે, પણ વિ. સં. ૧૯૭૨માં પ્રગટ થયેલી “રાજપદ્યની આવૃત્તિમાં એક પંક્તિ વિશેષ મળે છે કે –
નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” મેક્ષમાળા”માં નથી એવી આ પંક્તિ કઈ રીતે આ પદ્યમાં આવી ગઈ હશે, તે સમજાય તેવું નથી. કદાચ આ પદ્યની ત્રીજી કડી રચવાને વિચાર કરી શ્રીમદે આ પંક્તિ રચી હોય, અને પછી અપૂર્ણ રહેતાં, “મોક્ષમાળામાં બે જ કડી મૂકી હેય; અને એ પતિ પાછળથી મનસુખલાલ રવજીભાઈ મહેતાને ઉપલબ્ધ થતાં, તે “રાજપદ્ય”ના આ કાવ્યમાં મૂકી હોય, તેમ બને.
તૃષ્ણ એ કેટલી અનિષ્ટકારક છે તે કપિલમુનિની કથામાં બતાવ્યા પછી શ્રીમદે “તૃષ્ણાની વિચિત્રતા” બતાવતું પદ્ય ૪૯મા પાઠમાં મૂકહ્યું છે. ગરીબાઈમાંથી શંકરનું પદ મળવા જેટલો સ્થિતિફેર થાય તે પણ જીવની તૃષ્ણમાં ફેર પડતું નથી, અને તેને સંતોષ થતું નથી, તેને રમૂજી ચિતાર શ્રીમદ્ મનહર છંદમાં આપ્યો છે.
શ્રીમદ્ આઠ આઠ પંક્તિની ચાર કડીઓમાં જીવની જુદી જુદી પરિસ્થિતિ બતાવી છે, અને પ્રત્યેક પરિસ્થિતિમાં તૃષ્ણ તો જીવન કેડે જ મૂકતી નથી; તે વખતે જીવની કેવી પરિસ્થિતિ થાય છે તે આ પદ્યમાં બતાવ્યું છે. જુઓ :–
વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયે, ઊઠવાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ, અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ,
મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. ” આના કરતાં પણ ખરાબ સ્થિતિ હોય, માનવી મરણપથારીએ હોય, છતાં જીવવાની તૃષ્ણ જતી નથી તે બતાવવા શ્રીમદે લખ્યું છે કે –
છેલી ઈસે પડ્યો ભાળી, ભાઈ એ ત્યાં એમ ભાખ્યું : હવે ટાઢી માટી થાય તે તે ઠીક ભાઈને; હાથને હલાવી ત્યાં તે ખીજી બુદ્દે સૂચવ્યું છે, બેલ્યા વિના બેસ, બાળ તારી ચતુરાઈને.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org