________________
૧૯૬
શ્રીમદ્દની જીવનસિદ્ધિ
સાચુ' સુખ કોને કહેવાય, તે કઈ રીતે મળે તે વિશે અહી બ્રાહ્મણના દૃષ્ટાંત દ્વારા શ્રીમદ્દે સુ'દર સમજણ આપી છે. તત્ત્વની વિચારણા પણ સામાન્ય જન માટે સમજવી ખૂબ સહેલી બની જાય એ રીતે એની રજૂઆત એમણે કરી છે. પેાતાની સુખ વિશેની વિચારણા રજૂ કરવા શ્રીમદ્દે આ દૃષ્ટાંતની યેાજના કરી છે. તેની ભાષા, ગોઠવણી, તત્ત્વચિંતન આદિ શ્રીમદની સર્જનશક્તિના આપણને ખ્યાલ આપે છે.
”ના
થોડા પણ માનભાવ ઉન્નતિ પામવામાં કેટલેા આડા આવે છે તે “ બાહુબળ દૃષ્ટાંતમાં જોયું. માનભાવથી થતા અનથ ૭૦-૭૧ એ બે પાઠમાં અપાયેલી સનકુમાર ચક્રવતી ની કથામાં જોવા મળે છે. કાયામાં માનભાવ કરવાથી સનત્કુમારની કાયા કેવી ઝેરમય થઈ ગઈ હતી તે, અને તે માનભાવ છેડતાં સનકુમાર કેવા સુખના સ્વામી બન્યા હતા તેનું વષઁન આ કથામાં શ્રીમદ્દે કર્યુ છે. “ ભાવનાત્રાધ”માં અશુચિભાવનાના દૃષ્ટાંતરૂપે આ કથા અપાઈ છે.૬૧
અત્યાર સુધીની કથા તેમજ તત્ત્વવિચારણામાં મેાક્ષના સુખને શ્રીમદ્ અતિમ ધ્યેયરૂપે ગણાવ્યું છે. આ મેાક્ષનું સુખ કેવુ છે, તે બાબત ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રભુએ એ અન તસુખ અવણૅનીય છે એમ જણાવી જે કથા કહી હતી તે “ મેાક્ષસુખ ” નામના ૭૩મા પાઠમાં આપવામાં આવી છે.
વનમાં પાણી આપનાર ભીલ પર સંતુષ્ટ થવાથી એક રાજ તે ભદ્રિક ભીલને રાજમહેલમાં લઈ ગયા. ત્યાંના સુખવૈભવ માણી તે ખૂબ ખુશ થયેા. ઘેાડા વખત પછી જ્યારે તે પોતાના કુટુંબ પાસે આવ્યા, ત્યારે ઘણી ઇચ્છા હૈાવા છતાં પણ તે પાતે માણેલું સુખ વર્ણવી ન શકો, કારણ કે તેની પાસે ત્યાંની વસ્તુની સરખામણી કરવા જેવુ' કાઈ સાધન ન હતુ.... એ જ પ્રમાણે મેાક્ષના સુખની તુલના આપી શકે તેવું એક પણ સુખ આ સંસારમાં નથી. તેથી તે સુખ અવર્ણનીય અને અનુભવગમ્ય છે તે, દૃષ્ટાંત દ્વારા શ્રીમદ્ સમજાવે છે. તેમાં વચ્ચે વચ્ચે સંવાદની યેાજના પણ તેમણે કરી છે, તે વાંચવામાં વિશેષ રસ ઉત્પન્ન કરે છે.
"
આમ ૨૭ જેટલા પાટામાં ૧૬ જેટલી જુદી જુદી કથાએ શ્રીમદ્દે “માક્ષમાળા ”માં આપી છે. તેમાં મુખ્ય કથાએ તા પ્રચલિત છે, પણ તેની રજૂઆત અને ગોઠવણી એટલાં ચેાગ્ય છે કે ધારી અસર વાચક ૫૨ થઈ શકે તેમ છે. ભિખારીના ખેઢ” કે “ સુખ વિશે વિચાર” જેવાં દૃષ્ટાંતેામાં તેમની સ્વતંત્ર વિચારશક્તિના પણ આપણને પરિચય થાય છે. તે સિવાયનાં થા કે દૃષ્ટાંતામાં મોટા ભાગનાં 4 ત્રિષશિલાકાપુરુષચરત્ર” કે અન્ય ખ્વાગ્ર થામાંથી લેવાયેલ છે. કોઈ પણ તત્ત્વ સમજાવવા માટે શ્રીમદ્દે મહાન પુરુષના ચરિત્રમાંથી ઉદાહરણ લીધાં છે; તેથી વાચક પર જેવી ઊંડી અસર થાય, તેવી અસર સામાન્ય માનવીના જીવનના પ્રસંગે પરથી કદાચ ન પણ થાય. આ ઉદાહરણામાં સનત્કુમાર, ભરત, સુભૂમ આદિ ચક્રવતી તથા મહાવીર પ્રભુ, ગૌતમસ્વામી, કપિલ મુનિ, અનાથી મુતિ વગેરે આધ્યાત્મિકતામાં આગળ વધેલા પુરુષોનાં ચિરામાંથી લેવાયેલાં છે. આમ “મેાક્ષમાળા ”માં ૬૧. જુએ ભાવનાબાધ ’ન! પ્રકરણમાં “અશુચિભાવના ' વિશેની વિચારણા.
23
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org