________________
૩. મેક્ષમાળા
૧૭૯ સમાજની અગત્ય” નામના ૯મા પાઠમાં અંગ્રેજોની અનેકવિધ સફળતાના કારણભૂત તેમના ઉત્સાહને અપનાવી સર્વજ્ઞ પ્રભુનાં વચનેનું પાલન કરવા શ્રીમદ્ ભલામણ કરી છે. અંગ્રેજોના ગુણે અપનાવવાની ભલામણ કરનાર શ્રીમદ્દમાં ગુણગ્રાહીપણું જોવા મળે છે.
મનોનિગ્રહમાં વિદન” નામના તે પછીના પાઠમાં અઢાર પાપસ્થાનકોને નાશ કરવામાં વિદનરૂપ ૧૮ બેલ આપ્યા છે. આત્માર્થ સાધવામાં આડા આવતા આ દોષથી સત્વરે મુક્ત થવાની તેમણે ભલામણ કરી છે.
તે પછીના ૧૦૧મા પાઠમાં “સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો ” આપવામાં આવ્યાં છે. વૈરાગ્યને પોષક તથા આત્મસિદ્ધિ મેળવવામાં સહાયભૂત થાય તેવાં દસ વચને અહીં આપ્યાં છે. દાખલા તરીકે, “યુવાવસ્થાના સર્વસંગપરિત્યાગ પરમ પદને આપે છે.”
“વિવિધ પ્રશ્નો” નામના ૧૨થી ૧૦૬ સુધીના પાંચ પાઠમાં જનધર્મનો સિદ્ધાંતપ્રવેશિકાની ગરજ સારે એ રીતે પ્રશ્નોત્તરરૂપે કેટલાક સિદ્ધાંતોની તથા ધર્મનાં તજીવ, અજીવ, કર્મ, ગુણસ્થાન વગેરે વિશેની સામાન્ય સમજણ તેમણે આપી છે.
અંતમાં “જિનેશ્વરની વાણી અને મહિમા દર્શાવતું કાવ્ય તથા ગ્રંથ પૂરે થયો તેનું સૂચન કરતું “ પ્રમાલિકા મંગળ” નામનું પદ ૧૦૭માં તથા ૧૦૮મા પાઠમાં મૂકવામાં આવ્યાં છે. અનંત પ્રકારના અર્થથી ભરપૂર, જગતનું હિત કરવાવાળી, મેક્ષ આપનાર વગેરે જિનેશ્વરની વાણના કેટલાક ગુણ અહીં મનહર છંદમાં રજૂ કર્યા છે. “પૂર્ણ માલિકા મંગળ”માં સાત વારનાં નામ ખાસ અર્થમાં ગોઠવીને સમ્યગ્દર્શન કેમ થાય તેનું તથા તે પછીથી સિદ્ધપદની પ્રાપ્તિ સુધીને વિકાસ કઈ રીતે થાય તે બતાવ્યું છે. એ રીતે વિચારતાં આ ૧૦૮ પાઠ ખૂબ અગત્યને ગણી શકાય.
આમ આપણે જોઈ શકીશું કે શ્રીમદે “મોક્ષમાળા”માં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર એ ત્રણે અંગને પુષ્ટ કરનારા તત્ત્વવિચારણના પાઠે સરળ, મિષ્ટ ભાષામાં રચ્યા છે. તદુપરાંત “મોક્ષમાળા” તે સર્વને આકર્ષણરૂપ તથા ઉપયોગી થાય તે હેતુથી રચાઈ હોવાને લીધે તેમાં શ્રીમદ્ કથાતત્વ ઘણુ જગ્યાએ ઉમેરેલું છે.
“મોક્ષમાળા”નાં કથાદષ્ટાંતો
મોક્ષમાળામાં ૧૦૮ પાઠમાંથી લગભગ ૨૭ પાઠમાં ૧૬ જેટલી જુદી જારી કથાઓ અપાઈ છે, જે વાચકના વાર્તારસને પોષવામાં ઘણી સહાયક થઈ શકે તેમ છે. આ બધી કથાઓ શ્રીમદે એક સાથે અનુસંધાનમાં નથી મૂકી, પણ તેના ઔચિત્ય પ્રમાણે થોડા થોડા પાઠને અંતરે મૂકી છે.
અહીં અપાયેલાં ઘણાં ખરાં કથા કે દષ્ટાંત મોટે ભાગે જૈન સૂત્રગ્રંથો કે શાસ્ત્રગ્રંથોમાંથી લેવાયેલાં છે. જેમાં આ કથાઓ ઘણી પ્રચલિત છે, તેથી તે ઘણા પ્રાચીન જૈન ગ્રંથોમાં જોવા મળે છે. તેથી કથાઓનાં મૂળ કેટલીક વખત મળતાં નથી. વળી, શ્રીમદે પોતે ઉતારેલી કથા તેમણે કયા ચોક્કસ ગ્રંથમાંથી લીધી છે તેને કયાંયે નિર્દેશ કર્યો નથી, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org