________________
૩. ક્ષમા
૨૨માં કામદેવ શ્રાવક” નામના પાઠમાં શ્રીમદે “ઉપાસક દશાંગ સૂત્ર”ના બીજા અધ્યયનના ૯૨થી ૧૧૨ શ્લોકમાં આવતા કામદેવ શ્રાવકના પ્રસંગને આધાર લઈને, તે પ્રસંગને સંક્ષેપમાં આપ્યો હોય તેમ લાગે છે. દેવના અનેક ઉપસર્ગો કામદેવ ખૂબ જ સમતાથી સહન કરે છે, તેમ જ પોતાના કાર્યોત્સર્ગમાં લેશ પણ ન્યૂનતા આવવા દેતે નથી, તેવી કામદેવની ધર્મદેઢતા બતાવતે પ્રસંગ શ્રીમદ્ આ પાઠમાં આપ્યો છે. કામદેવ જેવી દઢતા રાખવાની ભલામણ તેમણે કરી છે, અને સાથે સાથે “પાઈ” માટે ધર્મ શાખ કાઢનાર જીવો પ્રતિ ખેદ પણ વ્યક્ત કર્યો છે.
આ પછી “સત્ય” નામના ૨૩મા પાઠમાં પંચમહાવ્રતમાંના એક વ્રત સત્યનું મહત્વ બતાવતી કથા શ્રીમ આપી છે. શ્રીમદ્દ એ વિશે લખે છે કે –
વસુરાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક થયું હતું તે તત્ત્વવિચાર કરવા માટે અહીં હું કહું છું. પs
તમાં બતાવ્યા પ્રમાણે સત્યના પ્રભાવથી સિંહાસન પર અધધર બેસતા વસુરાજાએ, બ્રાહ્મણની આત્મહત્યા કરવાની ધમકીથી ડરી જઈને જ્યારે “અજ” શબ્દને અર્થ “ત્રીહિ” ને બદલે “બેકડે” એ કર્યો ત્યારે તેના અસત્ય વચનથી કેપેલા દેવે તેને સિંહાસન પરથી પછાડીને મારી નાખ્યો. આ કથાનું મૂળ સંઘદાવાચકકૃત “વસુદેવહિડિ”ના ૨૪મા લંભકમાં છે, તેવું અનુમાન થાય છે.
તે પછીના રૂપમાં “પરિગ્રહ સંકોચ” નામના પાઠમાં, પરિગ્રહ વિશે મર્યાદા ન હોય તા તૃષ્ણના પૂરમાં તણાઈને જીવ દુઃખ અને ક્યારેક સર્વનાશ નોતરે છે તે જણાવતું “સુભૂમ ચક્રવતી એનું દૃષ્ટાંત અપાયું છે. સુભૂમ છ ખંડ ધરતીની પ્રભુતાથી સંતોષ ન પામતાં બાર ખંડ સાધવા નીકળે છે. પરિણામે છ ખંડની પ્રભુતા માણ્યા વિના પોતાનો સર્વનાશ નેતરે છે. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના છઠ્ઠા પર્વના ચોથા સર્ગમાં વર્ણવેલ સુભૂમ નામના આઠમા ચક્રવતીનું આ ટૂંકું ચરિત્ર છે. આ ચરિત્ર આપી શ્રીમદ્દ એવો ઉપદેશ સૂચવે છે કે, ઓછામાં ઓછા પરિગ્રહથી સંતોષ મળવો જોઈએ, કારણ કે પરિગ્રહ એ પાપનું મૂળ તથા પાપને બાપ બને છે, સંતોષને જ સાચું સુખ ગયું છે. આ પછીના ૨૬માં પાઠમાં “તત્ત્વ સમજવા” વિશે એક રમૂજી દૃષ્ટાંત દ્વારા કર્તાએ
રિળતાથી સમજવ્યા છે. શાસ્ત્રના નિયમ આદિ ગેખવાથી નહિ, પણ તેને સમજીને અભ્યાસ કરવાથી આત્માનું કલ્યાણ થાય છે, તે સત્ય તેઓએ અહી સમજાવ્યું છે. “રાયશી” અને “દવસી” શબ્દને છેટે અર્થ સમજવાને લીધે, પ્રતિક્રમણ બોલતી વખતે ખેતશી” કેવો ગોટાળો કરી બેસે છે તે રમૂજી શૈલીથી અહીં તેમણે બતાવ્યું છે. “દેવસી પડિકમણું ડાયમિ” એમ આવ્યું ત્યાં “ખેતશી પડિક્કમણું ડાયમિ” એ વાક્યો લગાવી દીધાં. “હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ
૫૬. “શ્રીમદ્ રાજચંદ્ર , અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org