________________
૧૭૬
શ્રીમી જીવનસિદ્ધિ વિરોધથી બતાવ્યું છે. અને તેના કારણરૂપે કર્મને ગણાવેલ છે. શુભાશુભ, જેવાં કર્મ બાંધ્યાં હોય તેવાં ફળ ભોગવવાં પડે છે. આ સ્થિતિ પરભવની શ્રદ્ધા કરાવે છે. આમ જીવને સંસારમાં ભમાવનાર તથા સુખદુઃખ આપનાર કર્મ છે, તે વાત શ્રીમદે અહીં સરળ તથા સ્પષ્ટ ભાષામાં સમજાવી છે.
કર્મની આ સત્તા જાણ્યા પછી પોતાને મળેલા દેહનું કેટલું મૂલ્ય છે, અને તેને કે ઉપયોગ કરવો જોઈએ તેની જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ વાચકને થાય, તેથી માનવદેહનું મૂલ્ય અને ઉપયોગ દર્શાવતા “માનવદેહ” નામને ચોથે પાઠ શ્રીમદે ર છે. મનુષ્યગતિ એ એક જ ગતિ એવી છે કે જ્યાંથી જીવ મુતિમાં જઈ શકે છે, અથવા તે મુક્તિ પામવા માટે પ્રબળ પુરુષાર્થ કરી શકે છે. સંસારના પરિભ્રમણથી છૂટવા જે વિવેકજ્ઞાનની જરૂર છે તે જ્ઞાન મનુષ્યગતિ સિવાય કોઈ પણ ગતિમાં પૂર્ણ પણે આવી શકતું નથી. તે અપેક્ષાથી આ દેહની અમૂલ્યતા જણવી, તેના આયુષ્યનો ભરોસે રાખ્યા વિના સવર તેને ઉપગ કરવાનું તેમણે જણાવ્યું છે, સાથે સાથે કહ્યું છે કે પરમાર્થથી માનવદેહને સફળ ન કરનાર માનવરૂપે વાનર છે, કારણ કે તેમનામાં માનવપણું હોતું નથી.
મનુષ્યદેહ પામેલે જીવ કેવાં લક્ષણોથી યુક્ત હોય તે તે ઉત્તમ ગૃહસ્થ કહેવાય તે શ્રીમદે “ઉત્તમ ગૃહસ્થ” નામના બારમા પાઠમાં બતાવ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઉત્તમ ગૃહસ્થ, સામાયિક, પ્રતિકમણ ઈત્યાદિ યમનિયમ પાળે છે, દાન આપે છે, અ૫ પરિગ્રહ રાખે છે, વગેરે લક્ષણે ઉત્તમ ગૃહસ્થ ધરાવે છે. આ બધાં લક્ષણે તેમણે સૂત્રાત્મક શૈલીમાં, તેમનાં “નીતિવાક્યો ”ની શૈલીમાં આપ્યાં છે. ઉદાહરણ તરીકે, “સશાસ્ત્રનું મનન કરે છે.”૪૭ વગેરે.
ખરી મહત્તા” નામના ૧૬ મા પાઠમાં લક્ષમી, વૈભવ, મેટું કુટુંબ, અધિકાર વગેરેને સામાન્ય માણસે જે મહત્તા માને છે, તે મહત્તા નહિ, લઘુતા છે એમ તેમણે સમજાવ્યું છે. તે દરેક વસ્તુમાં કેઈ ને કોઈ જગ્યાએ તે દુઃખ રહેલું છે, તેથી તે ખરી મહત્તા નથી. સાચી મહત્તા કયાં છે તે દર્શાવતાં તેઓ લખે છે કે, “આમાની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, પરે પકાર, અને સમતામાં રહી છે. લક્ષમી ઇત્યાદિ તે કર્મમહત્તા છે.”૪૮ કર્મમહત્તાવાળી કઈ પણ વસ્તુ શાશ્વત નથી અને આત્મસમૃદ્ધિ નાશવંત નથી. બ્રહ્મદત્ત જેવા ચક્રવતી કરતાં પણ વિશેષ મહત્તા શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકને મળે છે. અહી આમાની મહત્તા કેટલી છે તે તેઓ બ્રહ્મદત્તના ઉદાહરણથી બતાવે છે. આમ આત્માના કેટલાક ગુણની સ્તુતિ તેમણે સરળ ભાષામાં સચોટ રીતે કરી છે.
- આત્માના ગુણેને જાણનાર, આત્માર્થી જીવના મનોરથ કેવા હોય તે શ્રીમદ “સામાન્ય મનોરથ” નામના ૪૫ મા પદ્યપાઠમાં રજૂ કરેલ છે. પૂ. ગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ”ની યાદ આપે તેવા આ મનોરથે સવૈયામાં રજ થયેલ છે. તેમાં પરસ્ત્રીને મહાધીન બની નીરખવી નહિ, પરધનને પથ્થર સમાન માનવું
૪૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૬. ૪૮. એજન, પૃ. ૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org