________________
૩. મેક્ષમાળા નાસ્તિક છે તેવી કેટલાક લોકો દલીલ કરે છે, તે દલીલનું યોગ્ય ખંડન શ્રીમદ્દ ૯૭ મા પાઠમાં કરે છે. તે વખતે તેઓ એ વિચારવા સૂચવે છે કે જૈન જગતને અનાદિઅનંત કયા ન્યાયથી કહે છે? જગત્કર્તા નથી એમ કહેવામાં શું નિમિત્ત છે ? વળી, જગતને રચવાની પરમેશ્વરને શી આવશ્યકતા હતી ? તેમણે જગત રચ્યું તે સુખદુઃખ શા માટે મૂક્યાં ? મત કેમ છે?—એ વગેરે પ્રશ્નોને વિચાર કરતાં જૈનધર્મની સત્યતા તથા પવિત્રતા વિષે ખાતરી થશે. એમ શ્રીમદ્દનું કહેવું છે. આ બધું સમજાવવાની સાથે જૈનધર્મ પર મુકાયેલા નાસ્તિતા આદિના આપનું ખંડન સરળ છતાં પ્રતીતિકર ભાષામાં શ્રીમદે “તત્ત્વાવબોધ”ના પાઠમાં કર્યું છે. અને તે આપની અગ્યતા તેમણે બતાવી છે. સાથે સાથે વૈષ્ણવ, સાંખ્ય, વેદાંત આદિ ધર્મોની દેખાતી અપૂર્ણતા પણ તેમણે સરળતાથી, કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના બતાવી છે. ૧૭ વર્ષની નાની વયમાં તેમણે કરાવેલે તેમની તુલનાશક્તિને આ પરિચય ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવો છે. પિતાને એક ધર્મમાં શ્રદ્ધા હોવા છતાં કઈ પણ અન્ય ધમીને પણ તેમણે જણાવેલા નિયમો માન્ય થાય તેવી રીતે તેની રજૂઆત કરી છે.
સંસારનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, સાચે ધર્મ કયો, સત્ય ધર્મનું શોધન કઈ રીતે કરવું વગેરે વિષેની શ્રીમદે આપેલી વિચારણું કેઈ પણ જીવને સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેમ છે તે જોઈ શકાશે. આથી આપણે કહી શકીએ કે સમ્યકજ્ઞાનના બંધ અર્થે શ્રીમદે “તત્વાવબોધ”, “જ્ઞાન સંબંધી બે બેલ” વગેરે પાઠોની યેજના કરી છે.
મુક્તિ મેળવવામાં સમ્યક્દર્શન તથા સમ્યકજ્ઞાન પછી આવતું ત્રીજું તત્ત્વ તે સમ્યફચારિત્ર છે. સમ્યદર્શન તથા સમ્યજ્ઞાન થયા પછી જીવ નવાં કર્મ ઘણાં ઓછાં બાંધે છે. પણ તે પૂર્વે બાંધેલાં કર્મનો ભોગવટે કરવાનું તથા નવાં કર્મ બંધાતાં રોકવાનું કાર્ય સમ્યફચાસ્ત્રિ દ્વારા કરે છે.
સમ્યફચારિત્ર જીવનું પોતાની જાતને કર્મથી મુક્ત કરાવતું બાહ્ય તેમજ આંતરિક આચરણ તે સમ્માસ્ત્રિ. પ્રત્યેક જીવ અમુક પ્રકારની પ્રવૃત્તિ તે કર્યા જ કરે છે, પણ તે એ પ્રકારની હોય છે કે તેનાથી સંસારને નાશ થવાને બદલે તેની વૃદ્ધિ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ કે આચરણ તે સમ્યફ નથી, પણ જે આચરણથી સંસારક્ષય થાય તે જ સમ્યફચારિત્ર. આ સમ્યફચારિત્રનું પાલન કઈ રીતે કરવું, કેવા કેવા નિયમ પાળવા તે વગેરે વિશે શ્રીમ કેટલાક પાઠ એજ્યા છે. તે પરથી તેમણે ઈરછેલા ઉચ્ચ ચારિત્રને ખ્યાલ આવશે.
દુઃખને લીધે સંસાર પ્રત્યે જાગતા વૈરાગ્યને પિષવા માટે શ્રીમદ્ “બાર ભાવના નામને ૨૧ પાઠ ર છે.૩૩ તેમાં અનિત્ય, અશરણ આદિ બારે ભાવનાઓ ટૂંકાણમાં ૩૩. આ બારે ભાવનાઓને શ્રીમદ્ “ભાવનાબોધ” નામના ગ્રંથમાં વિસ્તારથી સમજાવી છે.
જુઓ પ્રકરણ ૨. અશરણભાવના માટે “અનાથી મુનિ”ની કથા, અનિત્યભાવના માટે “ભિખારીને ખેદ” નામની કથા, અશુચિભાવના વિશે “સનકુમારની કથા” વગેરે મેક્ષમાળામાં પણ અપાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org