________________
શ્રીમદની જીવનસિદ્ધિ
નિજાભાવના
જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે. એમ ચિંતવવું તે નવમી નિર્જ રાભાવના. બાર જાતના તપથી કર્મસમૂહને બાળવો તે નિર્જરાભાવના.
દઢપ્રહારીએ કાર્યોત્સર્ગથી કઈ રીતે કર્મની નિર્જરા કરી હતી તે બતાવતું દૃષ્ટાંત શ્રીમ આપ્યું છે. દઢપ્રહારી બ્રાહ્મણપુત્ર હતું, પણ વ્યસની હેવાને લીધે તે ચેરમંડળમાં ભળે, અને તેના મવડીને માનીતે થઈ ગયો. તે ચેરે સાથે અનેક રીતે લૂંટફાટ અને ચેરી કરતે. તે એ બધામાં પાવરધો હવાથી દઢપ્રહારી કહેવાયો. તેણે ઘણાનાં પ્રાણ લીધા હતા. એક વખત તેણે આખા બ્રાહ્મણ કુટુંબને માર્યા પછી તેની ગર્ભિણી ગાયને પણ મારી. તે ગાય મરતાં તેના પેટમાંથી નીકળી પડેલું વાછરડું ખૂબ તરફડવા લાગ્યું. તે જોઈ દઢપ્રહારીને ખૂબ પશ્ચાત્તાપ થવા લાગ્યો. અને કરેલાં પાપથી છુટકારો મેળવવા તે સાધુ થઈ તે જ ગામની ભાગોળે કાયોત્સર્ગમાં રહ્યો.
તે મુનિને લોકોએ દોઢ માસ સુધી ખૂબ હેરાન કર્યા, તે પણ તેઓ અચળ ક્ષમાવત રહ્યા. લેકેને ઉપદ્રવ શાંત થતાં તેઓ બીજી ભાગોળે, પછી ત્રીજી ભાગેછે, એમ ચારે બાજુ ફર્યા. અને દરેક વખતે લોકોના ત્રાસ સામે પૂર્ણ ક્ષમા રાખી કાર્યોત્સર્ગથી ચળ્યા નહિ. આમ અનંત કર્મસમૂહને બાળી તેઓ મોક્ષ પામ્યા.
આ ભાવનાની સમજૂતીમાં નિર્જરા શું છે તે સમજાવ્યા પછી તેનું દષ્ટાંત આપ્યું છે. અહીં તેમણે આરંભની પદ્યપંક્તિઓ, વિશેષાર્થ, પ્રમાણુશિક્ષા તથા પુપિકા આપેલ નથી.
આ કથા આપણને “આવશ્યક નિર્યુક્તિ”ની ૫રમી ગાથાની ટેકામાં મળે છે. તદુપરાંત તે કથા “ઉપદેશપ્રસાદ”માં પણ જોવા મળે છે.
લકસ્વરૂપભાવના
શ્રીમદે બધી ભાવનાઓમાં સૌથી ટૂંકાણમાં આપી હોય તો તે લકસ્વરૂપભાવના છે. જગતનું સ્વરૂપ કેવું છે, તેમાં શું શું આવેલું છે, તે ટૂંકાણમાં આપીને ભાવના પૂર્ણ કરી છે. સૌ નીચે સાત નરક, તેની ઉપર વ્યંતર જાતિના તથા ભુવનપતિ દેવ, તે ઉપર પૃથ્વી, પૃથ્વીથી ઊંચે બાર દેવલોક, તેની ઉપર નવ વેયક અને પાંચ અનુત્તર વિમાન છે, અને સૌથી ઉપર જ્યાં સિદ્ધ જી બિરાજે છે તે સિદ્ધશિલા છે.
આ ભાવના જીવને વૈરાગ્ય માટે બહુ ઉપાગી નહિ થાય એમ લાગવાથી કદાચ બહુ ટૂંકમાં આપી હોય એવું અનુમાન થઈ શકે છે. વળી, બાકીની બીજી બે “ધર્મદુર્લભભાવના” અને “બધિદુર્લભભાવના” વિશે અહીં કશું જ અપાયું નથી.
અંતમાં દસે ભાવના પૂરી થયા પછી મુક્તિ કોણ મેળવી શકે તે બતાવતી બે પંક્તિઓ આપવામાં આવી છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org