________________
૧૫૮
શ્રીમની જીવનસિદ્ધિ નવમા પાઠમાં સધર્મ તત્ત્વ સમજાવતાં તેઓ લખે છે –
અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ કહેવાય છે.”૧૬
સરળ શબ્દોમાં સર્વને માન્ય થાય તેવી, તેમજ ગંભીર અર્થ સમાવતી ધર્મની વ્યાખ્યા શ્રીમદ્ અહીં આપી છે તે જોઈ શકાશે. આ ધર્મ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મની જાળથી આત્માને મુક્તિ અપાવે છે. સર્વજ્ઞ ભગવાને દર્શાવેલા ધર્મના અનંત ભેદોમાં બે મુખ્ય છેઃ વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મ.
વ્યવહારધર્મમાં મુખ્ય ધર્મ દયાનો છે. તેના દ્રવ્યદયા, ભાવદયા, સ્વદયા, પરદયા, સ્વરૂપયા, અનુબંધદયા, વ્યવહારદયા તથા નિશ્ચયદયા તેવા આઠ ભેદ છે. આ આઠ પ્રકારની દયાથી વ્યવહારધર્મ થાય છે. તે દરેક પ્રકાર શ્રીમદ્દ ટૂંકાણમાં સમજાવેલ છે. વ્યવહારયાના આ સ્વરૂપનું વર્ણન આપણને “સર્વમાન્યધર્મ ” નામના પદ્યપાઠમાં પણ જોવા મળે છે. નિશ્ચયધર્મ વ્યવહારધર્મથી પ્રકારમાં જુદો છે. હું આત્મા છું, સમસ્ત પર પદાર્થથી ભિન્ન છું, એમ જાણી પોતાની ઓળખ કરવી, પોતાના આત્મભાવમાં સ્થિર રહેવું તે નિશ્ચયધર્મ છે. આ બંને પ્રકારના ધર્મનું પાલન કરનાર જીવને અભય મળે છે. અહીં શ્રીમદે ધર્મતત્ત્વ સંક્ષેપમાં સમજાવ્યું છે. ધર્મ પાલનમાં તેમણે દયા પર સૌથી વિશેષ ભાર મૂક્યો છે. અહીં પણ કેઈ એક ધર્મને નહિ પણ અમુક આવશ્યક લક્ષણવાળા ધર્મને તેમણે સધર્મ કહ્યો છે, તે તેમની ધર્મ પ્રત્યેની નિષ્પક્ષતા સૂચવે છે.
સદૈવ તથા સધર્મનાં લક્ષણે જાણ્યા પછી પણ તેમની ઓળખ કરવી તે જીવને માટે સહેલું નથી, કારણ કે તેના લક્ષણોની પરીક્ષા કરવા જેટલી પાત્રતા તેનામાં નથી હતી. તેથી તે બંનેની યથાર્થ ઓળખ કરાવે તેવા સલૂરુની ખૂબ આવશ્યકતા છે. તેમના ચીધેલા માર્ગે જવાથી જીવ પોતાનું કલ્યાણ કરી શકે છે. આ સદગુરુનાં લક્ષણે, આવશ્યકતા વગેરે શ્રીમદે ૧૦મા-૧૧માં એ બે પાઠમાં પિતા પુત્રના સંવાદ દ્વારા જણાવ્યાં છે. સાથે સાથે તેમણે ગુરુના પ્રકાર તથા તેનાથી થતાં હાનિલાભ પણ આ પાઠમાં દર્શાવ્યાં છે.
જેમ વ્યવહારનીતિ જાણવા માટે સારા ગુરુ જોઈએ, નહિતર અનર્થ થાય છે, તે જ રીતે આ લોક તેમજ પરલોકના હિતનું સાધન બનનાર ધર્મગુરુ તે અવશ્ય સારા જોઈએ જ, કારણ કે તે વિના જીવનું સંસારનું પરિભ્રમણ ઘણું વધી જાય છે. આમ સગુરુની અગત્ય શ્રીમદે દસમા પાઠમાં બતાવી છે.
ગુરુના ત્રણ પ્રકાર તથા તેનાં લક્ષણે શ્રીમદે ૧૧માં પાઠમાં આપ્યાં છે. કાઝસ્વરૂપ, કાગળસ્વરૂપ, અને પથ્થરસ્વરૂપ એમ ત્રણ પ્રકારના ગુરુએ બતાવ્યા છે. તેમાં કાષ્ઠસ્વરૂપ ગુરુને તેમણે ઉત્તમ કહ્યા છે, તે પોતે સંસારસમુદ્રને તરે છે, અને શિષ્યને પણ તારે છે.
૧૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org