________________
૧૫૬
શ્રીમદની જીવનસિદ્ધિ આમ આપણે જોઈ શકીશું કે શ્રીમનો પોતાને પણ “મોક્ષમાળા” બાબત ઘણે ઊંચો અભિપ્રાય હતે. તેમાં તેમણે જૈન દર્શનમાં બતાવેલે મોક્ષ મેળવવાને માર્ગ, આબાલવૃદ્ધ સર્વ કેઈન સમજાય તે રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
“મોક્ષમાળા”માં સૌ પહેલાં તેમણે “વાંચનારને ભલામણ” નામના આ પુસ્તક વાંચવાની રીત બતાવતા પાઠ રચ્યો છે. આ પાઠની શરૂઆત પુસ્તક પોતે જ બોલતું હોય, પિતાના વિશે કંઈક જણાવતું હોય તેવા પ્રકારની રચના દ્વારા થઈ છે. તેમાં કેવાં પુસ્તક વાંચવાં, કઈ રીતે વાંચવાં, તે વિષેનાં કેટલાંક મંતવ્ય શ્રીમદ્ રજૂ કર્યા છે. નઠારાં પુસ્તકે વાંચવાથી ખરાબ સંસ્કાર આવે છે તેથી આ લાકમાં અપકીતિ થાય છે, તેમજ પરલોકમાં હલકી ગતિ થાય છે. સારાં પુસ્તકો વાંચવાથી જ્ઞાન, ધ્યાન, નીતિ,વિવેક વગેરે ગુણે ખીલે છે, અને આત્માને શાંતિ મળતાં બંને લોકમાં સુખ મળે છે. આ પ્રકારનો સર્વને માન્ય થાય તે સારાં પુસ્તકે વાંચવાને બોધ શ્રીમદ્દ પહેલા પાઠમાં આપે છે. આ ઉપરાંત નમ્રતાપૂર્વક
મોક્ષમાળા”ને સારા પુસ્તક તરીકે ગણાવી, આ ભવ તથા પરભવમાં શ્રેયસ્કર થાય તેવા “િમોક્ષમાળા: પુસ્તકને વિવેકથી ઉપયોગ કરવાનું શ્રીમદ્દે જણાવ્યું છે.
આમ સામાન્ય કથન કરતા પ્રથમ પાઠ રચ્યા પછી શ્રીમદ્દ મેક્ષમાર્ગને ઉપદેશ કરતા બીજા ૧૦૭ પાઠની રચના કરે છે. જપમાળાના ૧૦૮ પારાની માફક શ્રીમદે અહીં ૧૦૮ મણકા૩૫ પાઠની રચના કરી છે, તે ખૂબ સૂચક છે. જેમ જપમાળાના જાપ કરવાથી ખૂબ પુણ્ય થાય છે, તેમ આ પુસ્તકના ૧૦૮ પાઠનું વિચારપૂર્વક મનન કરવાથી અને તે પ્રત્યેક વસ્તુને અમલમાં મૂકવાથી મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે તેવી પિતાની દઢ શ્રદ્ધાનું સૂચન શ્રીમદ્દ કરતા હોય તેમ જણાશે. તેમણે દર્શાવેલી સર્વ વસ્તુઓ શ્રી તીર્થકર પ્રભુના ઉપદેશ અનુસાર જ છે, તેમ તેમણે અનેક ઠેકાણે કહ્યું છે. તેથી એ દૃષ્ટિએ “મોક્ષમાળા અને વિચાર કરવો વધુ યોગ્ય લાગશે
શ્રી “તત્વાર્થસૂત્ર”નું વચન છે કે “સમ્યહનાનારિવાળિ મોજના” એટલે કે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર એ ત્રણેના આરાધનથી મોક્ષ મળે છે. આ ઉપરાંત અન્ય સૂત્ર તથા શાસ્ત્રોમાં પણ મોક્ષની પ્રાપ્તિ માટે એ જ માર્ગ બતાવાય છે. શ્રીમદ પણ અહીં એ ત્રણે તાની પ્રાપ્તિ તથા આરાધન કઈ રીતે થાય તેનું નિરૂપણ કર્યું છે.
સમ્યગ્દર્શન એટલે કે આત્માનું સાચું સ્વરૂપ અનુભવવું. તે સ્વરૂપ પ્રાપ્તિનાં સાચાં સાધનો જેવાં કે સદંવ, સધર્મ, સગુરુ, જિનેશ્વરની ભક્તિ આદિ વિશેના પાંઠે તેમણે “મેક્ષમાળા”માં જ્યા છે.
સમ્યજ્ઞાન પણ સમ્યગ્દર્શન જેવું જ અગત્યનું તત્ત્વ છે. સમ્યજ્ઞાન એટલે પિતાના તથા અન્યના સ્વરૂપ વિશેનું સાચું જ્ઞાન. તે જ્ઞાનની પ્રાપ્તિનાં સાધનરૂપ, અને સાચા ધર્મ કો? તેનાં લક્ષણે કયા તે વિશેનું જ્ઞાન આપતાં તવાવબેધ, જ્ઞાન સંબંધી બે બોલ, ધર્મધ્યાન આદિ પાઠ તેમણે યોજ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org