________________
૩. સાક્ષમાળા
“ એક તરુણ સુકુમારને રામે રામે લાલચેાળ સૂયા ધેાંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે, તે કરતાં આઠ ગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે.”૧૯
આમ ગર્ભકાળથી શરૂ કરી તે પછીનાં ખાલ્યાવસ્થા, યુવાની, વૃદ્ધાવસ્થા અને મરણનાં દુઃખા પ્રત્યક્ષ કરાવ્યાં છે. આ દુઃખથી છૂટવા માટે વિના પ્રમાદે કલ્યાણ સાધવાનું સૂચન અહી' થયુ' છે.
આ અસાર લાગતા સ ́સારને તેમણે સમુદ્ર, અગ્નિ, અંધકાર તથા શકટચક્રની ઉપમા આપી છે, અને તે સમજાવવા માટે “સ'સારને ચાર ઉપમા ” નામના ૧૯ તથા ૨૦ એમ એ એ પાઠ ચેાજ્યા છે. અનંતતાની દૃષ્ટિએ સંસાર સમુદ્ર જેવા છે; તાપની ઉત્પત્તિની દૃષ્ટિએ સંસાર અગ્નિ જેવા છે; સત્યને અસત્યરૂપ બતાવવાની બાબતમાં સ`સાર અધકાર જેવા છે; તથા હમેશાં ચાલ્યા કરતા – ફર્યા કરતા હેાવાથી તે ગાડાનાં પૈડાં જેવા છે, એ રીતે તેમણે ચારે ઉપમા સમજાવી છે. આ દુઃખમય સ’સારથી છૂટવાના ઉપાય તેમણે એ જ ઉપમા દ્વારા સમજાવ્યા છે. મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સમુદ્ર તરી શકાય છે તેમ સદ્ગુરુરૂપી નાવિકથી સંસાર તરી શકાય છે. અગ્નિના તાપ જેમ પાણીથી ઠરે છે તેમ વૈરાગ્યજળથી સ`સારતાપ ઠરે છે. દીવાથી જેમ અંધકારના નાશ થાય છે તેમ તત્ત્વજ્ઞાનરૂપી દીવાથી સૌંસારના અંધકારનો નાશ થાય છે. અળદ વિના જેમ શકટચક્ર ચાલી ન શકે તેમ રાગદ્વેષ વિના સ`સાર ચાલી શકે નહિ. આમ પ્રત્યેક ઉપમા સુંદર રીતે ચેાજેલી તથા સમજાવેલી છે, જીવને સંસારનાં સ્વરૂપનું સાચુ જ્ઞાન કરાવવામાં આ પાઠ મહત્ત્વના ફાળે આપી શકે તેમ છે તે આ ઉપરથી જાણી શકાય છે.
દુઃખમય સંસારનું ભાન થયા પછી જીવ તેનાથી છૂટવાના પુરુષાર્થ કરવા પ્રેરાય તે સ્વાભાવિક છે. તે વખતે તેણે શુ કરવું જોઈએ, કેવા ધર્મ આચરવા જોઈએ તે જાણવુ સૌથી અગત્યનુ છે. તેથી તે વિશેની તુલનાત્મક વિચારણા કર્તાએ “મોક્ષમાળા ”ના કેટલાક પાઠામાં કરી છે. તેમાં તેમણે વૈરાગ્યને ધર્મપ્રાપ્તિનુ મુખ્ય સાધન ગણી ઘણું મહત્ત્વ આપ્યુ છે.
૧૬૧
સાચા માર્ગ
“વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે” એ નામના પ૭મા પાઠમાં સાચા ધર્મ તરફ વાચકનું લક્ષ દોર્યુ. છે. તેમાં તેમણે સાચા ધર્મનાં લક્ષણ દર્શાવી, વાચક પાતે જ તરફ દોરાય તેવા ઉપદેશ આપ્યા છે. ધર્મમાં પડેલા અનેક ભેદમાંથી સાચાની કસાટી કરવા માટેના સાધન તરીકે તેમણે “વૈરાગ્ય બાધ ”ને ગણાવેલ છે. જે ધર્મમાં વૈરાગ્યના ઉત્તમ બેધ હાય તે ધર્મ સાચા, કારણ કે લેખકે આપેલા ઉદાહરણ મુજબ લેાહીથી રંગાયેલું વજ્ર જેમ લેાહીથી નહિ પણ જળથી સ્વચ્છ થાય છે, તેમ વૈરાગ્યરૂપી જળથી આત્માની મલિનતા જાય છે.
“ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૦,
૨૧
૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org