________________
૨. ભાવનાબેધ
૧૪૫
કરવાનાં સાધનો, તે માટે જોઈતી વિવેકબુદ્ધિ માત્ર મનુષ્યદેહમાં જ મળે છે, તેથી તે દેહ એ અપેક્ષાએ ઘણું મહત્વનું બની જાય છે. એટલે એકાંતે નિર્ણય લે ઉચિત નથી.
આ ઉપરાંત “પ્રમાણશિક્ષામાં તેઓ એ પણ જણાવે છે કે માનવદેહ– એટલે કે બે આંખ, બે કાન વગેરે અને સાથે દેહ – પામ તે જ પૂરતું નથી. તેમાં સાથે સાથે જેને લીધે માનવપણું ઉત્તમ મનાયું છે તે વિવેકબુદ્ધિને ઉદય પણ હોવો જોઈએ. એ વિવેક-વિચાર વિનાનો માણસ, માણસ નહિ પણ માનવરૂપે પશુ જ છે. વિવેક દ્વારા મુક્તિના પંથે જઈ શકાય છે, અને એ પંથમાં પ્રવેશ થાય તે જ માનવભવની સફળતા છે. નહિતર એ ભવ એળે ગયે જ સમજો. આ પરથી સમજવાનું છે કે અશુચિમય કાયા વિવેકબુદ્ધિ હોય તે અન્ય અપેક્ષાએ ઉત્તમ બની શકે છે.
આમ માનવદેહની ઉપયોગિતા સમજાવી, આગળ અનુસાર પુષ્પિકા આપી શ્રીમદ્ ભાવના પૂર્ણ કરે છે.
આ કથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “ત્રિષષ્ટીશલાકાપુરુષચરિત્ર”ના ચોથા પર્વના સાતમા સર્ગમાં મળે છે. બાર ચક્રવતીઓમાં સનસ્કુમાર ચોથા ચક્રવતી હતા. હેમચંદ્રાચાર્યની કથા અને આ કથામાં એક તફાવત જોવા મળે છે. હેમચંદ્રાચાર્યે આપેલી કથામાં સનસ્કુમારની કાયા વૃદ્ધ બની જાય છે તેથી ખેદ પામી તેઓ વૈરાગ્ય સ્વીકારે છે. અને “ભાવનાબેધ”માં સનકુમારની કાયા ઝેરમય બની જાય છે તેથી કાયાને આ પ્રપંચ જોઈ તેઓ વૈરાગ્ય સ્વીકારે છે. તેથી આ કથા શ્રીમદે “ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮મા અધ્યયનની ૩૭મી ગાથાની ટીકામાંથી લીધી હોય તે વિશેષ સંભવિત લાગે છે, જ્યાંથી તેમણે બીજી કથાઓ પણ લીધી છે.
નિવૃત્તિબાધ- સંસારભાવના
અનંત કાળથી જીવ પરિભ્રમણ કર્યા કરે છે, તે પરિભ્રમણથી હું ક્યારે છુટીશ? સંસાર મારો નથી, હું તે મોક્ષમય છું – આ જાતનું ચિંતન કરવું તે સંસારભાવના. આ સંસારથી નિવૃત્તિ લેવાનો બેધ અહી રહેલો છે, તેથી તેને “નિવૃત્તિબોધ” તરીકે ઓળખાવી છે તે યોગ્ય છે. અહીં લેખકે હરિગીતની ચાર પંક્તિમાં સંસારથી નિવૃત્ત થવાને બંધ આપી તેને વિશેષાર્થ સમજાવ્યો છે.
આ સંસાર કેટલો દુખમય છે તેના દષ્ટાંતરૂપે મૃગાપુત્ર અને તેનાં માતાપિતા વચ્ચેનો સંવાદ, જે સંસારની અસારતા બતાવે છે તે, લેખકે આપે છે. ખૂબ સુખચેનમાં ઊછરતા મૃગાપુત્રને કેાઈ મુનિનાં દર્શન થતાં જાતિસ્મરણજ્ઞાન થાય છે, તેથી પૂર્વે આરાધે સંયમ ધારણ કરવાની તેમની ઈચ્છા પ્રબળ બને છે, અને તેઓ સંયમ ગ્રહણ કરવા માટે તેમનાં માતાપિતાની આજ્ઞા માગે છે. તે વખતે માતાપિતા સંયમમાં કેટલી મુશકેલી તથા દાખ રહેલાં છે, તે તથા સંસારમાં કેવું સુખ રહેલું છે તેનું વર્ણન મૃગાપુત્ર પાસે કરે છે. તેના
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org