________________
૨. ભાવનાબોધ
૧૪૩
વનિતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં, જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તે સમર્થ નહતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચિંધવાયે કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણું કરતા હતા, જેનાં રૂપ, કાંતિ અને સૌદર્ય એ મનહારક હતાં, જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; કીડા કરવાને માટે જેને મહાસુગંધીમય બાગબગીચા અને વને પવન હતાં, જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા, જેની સેવામાં લાખે ગમે અનુચર સજ્જ થઈ ઊભા રહેતા હતા, જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતે ત્યાં ત્યાં ખમા, ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો, જેના કુંકુમવર્ણ પાદપંકજને સ્પર્શ કરવાને ઈંદ્ર જેવા પણ તલસી રહેતા હતા, જેની આયુધશાળામાં મહા યશેમાન દિવ્ય ચકની ઉત્પત્તિ થઈ હતી, જેને ત્યાં સામ્રાજ્યને અખંડ દીપક પ્રકાશમાન હતો, જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો, કહેવાનો હેતુ કે જેનાં દળ, જેનાં નગરપુરપાટણનો, જેના વિભવને અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતે એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભારત પોતાના સુંદર આદર્શ ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો.૪૦
ભરત રાજાનાં શરીર, અંતઃપુર, પુત્રપરિવાર, સન્ય, મંત્રી, નોકર આદિ અનેકની બાબતમાં ભારતને વૈભવ જણાવતાં આ વાકયમાં પ્રત્યેક વસ્તુ અનુકૂળ હતી, અને કઈ પણ વસ્તુ પ્રતિકૂળ નહોતી તે જ શ્રીમદ્દ ભારપૂર્વક જણાવ્યું છે. દુનિયાની ઉત્તમ ગણાતી પ્રત્યેક વસ્તુનો ભેગવટે કરવાને લહા ભારતરાજાને હતો, છતાં તે સર્વ છોડીને ભારતે વિરાગ્ય ધારણ કર્યો તે, આત્માનું સુખ બીજાં ભૌતિક સુખો કરતાં અનેક ગણું ચડિયાતું હોવું જોઈએ તેનું પ્રતિપાદન કરવા શ્રીમદે આ વાક્યની રચના કરી જણાય છે.
અશુચિભાવના
શરીર તે અપવિત્ર છે, અનેક રેગ તથા જરાનું ધામ છે, મળમૂત્રની ખાણ છે, તે શરીરથી હું જુદો છું, એમ વિચારવું તે અશુચિભાવના. આ ભાવના વિશે ગીતિની બે પદ્યપંક્તિ આપીને તેમણે તત્પશ્ચાત, તેને વિશેષાર્થ રજૂ કર્યો છે.
અશુચિમય કાયામાં થોડું પણ માન કરતાં કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તે બતાવતું સનકુમાર ચક્રવતીનું ચિત્ર આપ્યું છે. ભરત ચક્રવતી' જેવી જ રિદ્ધિસિદ્ધિ સનરકમારને હતી એમ જણાવી કથાનો પ્રારંભ તેમણે કર્યો છે. ભરત ચક્રવતીના વૈભવનું નિરૂપણ આગળ આવી ગયું હોવાથી શ્રીમદે આ કથામાં સગવડ ખાતર તેવા વર્ણનનું પુનરાવર્તન કર્યું નથી, કારણ કે શ્રીમદ્દનું લક્ષ વાચકને રાચતા કરવાને બદલે તત્ત્વને પરામર્શ કરતા કરવાનું હતું.
૪૦ “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org