________________
૨. ભાવનાબધ
“ અહાહા ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની, એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ, એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દ્વીધા, વિપરીત દેખાવથી અશાભ્યતા અને અડવાપણુ ખેદરૂપ થયું. અશાભ્ય જણાવાનું કારણ માત્ર વીટી નહી એ જ યું કે ? જો વીટી હાત તેા એવી અશાભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શાભા પામી, એ આંગળી વડે આ હાથ થાભે છે, અને એ હાથ વડે આ શરીર શાભા પામે છે. ત્યારે એમાં હું શાભા કાની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનહર કાંતિને વિશેષ દીસ કરનાર તે મણિમાણિકથાદિના અલંકારો અને રંગબેરગી વસ્ત્રો ઠર્યાં, એ કાંતિ મારી ત્વચાની શેલા ઠરી, એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે. અહાહા! આ મહાવિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે, અને તે કાંતિ વાલ`કાર વડે શાલે છે, ત્યારે શું મારા શરીરની કઈ શેાભા જ નહિ કે ? રુધિર, માંસ અને હાડકાંના જ કેવળ એ માળા કે? અને એ માળા તે હુ કેવળ મારું માનુ છું! કેવી ભૂલ ? કેવી ભ્રમણા ? અને કેવી વિચિત્રતા ? કેવળ હું પરપુદ્દગલની શાભાથી શાણું છું. કેાઈથી રમણિક્તા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખુ પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માના એ શરીરથી એક કાળે વિયેાગ છે. આત્મા જ્યારે મીંજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહી રહેવામાં કાઈ શકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું તે કેવળ મૂર્ખતા છે. જેના એક કાળે વિયેાગ થવાના છે, અને જે કેવળ અન્યભાવ ધરાવે છે તેમાં મમવપણુ, શું રાખવું? આ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એના થવું શુ’ ઉચિત છે ? નહીં, નહીં. એ જ્યારે મારી નહીં, ત્યારે હું એના નહી”, એમ વિચારું, દૃઢ કરુ અને પ્રવર્તન કરુ', એમ વિવેકબુદ્ધિનુ તાત્પર્ય છે... એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી ! હું એના નહી' અને એ મારાં નહી...! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સ`સારમાં કયુ* ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનુ' ફળ આ જ કે ?.. એ પુત્રનેા, એ પ્રમદાના, એ રાજવૈભવના અને એ વાહનાદિક સુખના મારે કશે અનુરાગ નથી ! મમત્વ નથી.’૩૮
તે
આ રીતે ભરતેશ્વરે સંસારનુ` મિથ્યાત્વ જોયું, અને અન્યભાવ વિચારી સાચું જ્ઞાન પામ્યા. શ્રીમદ્દે પ્રમાણશિક્ષા ”માં પણ તે જ સમજાવ્યુ છે. ત્યાર પછી આખી કથાના સાર એ પદ્યપક્તિમાં આપી, વિશેષા આપી, પુષ્પિકા લખી તેમણે આ ભાવના પૂર્ણ કરી છે. શાર્દૂલવિક્રીડિતમાં આપેલી ચાર પક્તિમાં કથાના સાર અને ઉદ્દેશ બંને આવી જાય છે. જુએ તે પુક્તિઓ
૩૮. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org