________________
૨. ભાવનાબેધ
આટલું જ લખી તે પછીના ક્ષેક વિશે તેઓ લખે છે.
આમાં કયાંય શબ્દશઃ ભાષાંતર જોવા મળતું નથી, શ્લોકને ભાવાર્થ લઈ સંવાદરૂપે રજૂ કરવાનું જ તેમણે ચગ્ય માન્યું છે. એ માટે ઘણી જગ્યાએ અધ્યાહાર રહેલી વસ્તુ કર્તાએ સ્પષ્ટ કરી છે. સૂત્રના સાતમાં લોકમાં દેવ નગરના શાકનું કારણ રાજાને પૂછે છે –
" किण्णु भो अज्ज मिहिला कोलाहसंकुला ।
मुव्वंति दारुणा सदा पासाअसु गिहेसु य ॥"३२ “ભાવનાબેઘ”માં દેવ આ પ્રમાણે કહે છે, “હે રાજા ! મિથિલાનગરીને વિશે આજે પ્રબલ કેલાહલ વ્યાપી રહ્યો છે, હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાના દુઃખને હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુખ સંસાર-પરિભ્રમણ કારણ ગણુને તું ત્યાં જા, ભેળે ન થા.”૩૩
આમ અહી જોઈ શકાશે કે વસ્તુને સ્પષ્ટ કરવા તેઓ સારી એવી છૂટ લે છે, અને વિસ્તાર સાધે છે. કયારેક ત્રણ-ચાર શ્લોક સંક્ષેપમાં પણ આપતા હોય એવો પ્રસંગ પણ જોવા મળે છે. દાખલા તરીકે ૯મા અધ્યયનના ૧૪, ૧૫, અને ૧૬ એ ત્રણ શ્લોકને તેઓ ચાર લીટીમાં બધો ભાવાર્થ સમજાવી શ્લેકની એકતા સાધે છે :
"सुहं वसामो जीवामो जेसि मो नत्थि किंचण । मिहिला डज्झमाणी न मे डसइ किंचण ।। "चत्तपुत्तकलत्तस्स णिव्वावारस्स भिक्खुणो । पियं न विजई किंचि अप्पियं पि ण विजई ।। " बहुं खु मुणिणो भदं अगगारस्स भिक्खुणो ।
सव्वओ विप्पमुक्कस्स अगंतमणुपस्सओ ।।"३४ આની સાથે સરખાવે નમિરાજનું કથન, “હે વિપ્ર! મિથિલાનગરીના, તે અત્તરના અને તે મંદિરના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુત્પત્તિ છે તેમ વર્તુ છું. એ મંદિરાદિકમાં મારું અપમાત્ર પણ નથી, મેં પુત્ર સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી, અને અપ્રિય પણ નથી.”૩૫
આ જાતનું અન્ય ઉદાહરણ “ઉત્તરાધ્યયન સૂત્ર”ના લ્મા અધ્યયનના ૧૮થી ૨૨ સુધીના શ્લોકે વિષે મળે છે. તેમાં પણ જે રીતે વાક્યરચના બેસે તે રીતે તેમણે શ્લોકની ભેળસેળ કરી છે. આ રીતે મૂળ કરતાં જુદી રીતે લખતાં ક્યારેક તેઓ સ્વતંત્ર ઉમેરણ પણ
૩૨. “ઉત્તરાધ્યયન સૂર", અધ્યયન ૯, શ્લોક ૭, પૃ. ૫૫. ૩૩. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૦, ૩૪. “ઉત્તયન સૂત્ર", અધ્યયન ૯, બ્લેક ૧૪, ૧૫, ૧૬, પૃ. ૫૬. ૩૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org