________________
૧. જીવનરેખા
મિથ્યાત્વ જતાં સમ્યક્ત્વ આવે છે. તે મિથ્યાત્વના પાંચ પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે ? આભિગ્રહિક, અનાભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનામેગ-મિથ્યાત્વ.
વીતરાગ પ્રણીત માર્ગ સિવાયનો કઈ કપોલકલ્પિત માગ સાચે છે એમ બતાવે તે આભિગ્રહિક મિથ્યાવ. “મોક્ષમાળા થી શરૂ કરી અનેક પત્રોમાં તથા પદોમાં તેમણે વીતરાગપ્રણીત માગને જ સાચે કરી બતાવ્યા છે. તેમાં રચેલ દેહરા પણ એ જ બતાવે છે -
મંત્ર, તંત્ર, ઔષધ નહિ, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.” વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસ મૂળ,
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.”૧૨૯ ૧૭ વર્ષની વય પહેલાં શ્રીમદ્દે વીતરાગપ્રણીત માર્ગ જ શ્રેષ્ઠ છે એવો નિશ્ચય કરી લીધું હતું, તે આ દેહરાઓ બતાવે છે. અને તે નિશ્ચય તેમના અંત-સમય સુધીમાં ફર્યો ન હતો. તે બતાવે છે કે તેમનામાં આભિગ્રહિક મિથ્યાત્વ નહોતું.
બધાં દર્શન એકસરખી રીતે સાચાં છે તેમ માનવું તે અનાભિગ્રહિકમિથ્યાત્વ. શ્રીમદ્દે કોઈ પણ જગ્યાએ છએ દર્શનને સરખાં બતાવ્યાં નથી. પણ પરીક્ષકપણુથી જૈનધર્મની ઉત્તમતા બતાવી છે. તેને ખ્યાલ પણ “મોક્ષમાળા” તથા અન્ય પત્રો જોતાં આવે તેમ છે.૧૩૦ “મોક્ષમાળા”ના ૯૫માં પાઠમાં બીજા દર્શન જૈનધર્મ પાસે સાગરમાં બિંદુરૂપ છે, તે તુલનાત્મક અભિપ્રાય તેમણે આપ્યો છે. આ ઉપરાંત પણ બીજા પત્રોમાં તેમણે પ્રત્યેક દર્શન વિશે નિષ્પક્ષપાત અભિપ્રાય આપ્યા છે.૧૩૧ આ બધા પરથી આપણે કહી શકીએ કે શ્રીમદ્દમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ નહોતું.
વીતરાગપ્રણીત માર્ગ સત્ય હોવાનો નિર્ધાર (આભિનિવેશિક) કર્યા પછી પણ કઈ કારણસર અન્ય દર્શનને આગ્રહ કરવો તે મિથ્યાત્વ. આ પ્રકારને આગ્રહ શ્રીમદે કયાંય સે જણ નથી. સોળ વર્ષની વયે તેમણે “મોક્ષમાળા” લખી તે પહેલાંથી તે જીવનના અંત પર્યત તેમણે વીતરાગપ્રણીત માગને જ શ્રેષ્ઠ ગણ્યા છે, અને બીજા કેઈ પણ દર્શનને આગ્રહ સેવ્યા નથીઆ વાતની પ્રતીતિ તેમના સમગ્ર સાહિત્યના પાને પાનામાંથી આપણને મળે છે. કઈ પણ દર્શનને વખોડ્યા વિના શ્રેષ્ઠ માર્ગને તેમણે શ્રેષ્ઠ ગણાવ્યું છે. તેનો પુરાવે “આત્મસિદ્ધિ” છે. તેથી આપણે નિઃશંકપણે કહી શકીએ કે તેમનામાં આભિનિવેશિક-મિથ્યાત્વ નહોતું.
સદદર્શનને નિર્ધાર થયા પછી પણ તે વિશે કોઈ પ્રકારની શંકા આવી જાય તે સાંશયિક નામનું ચેથા પ્રકારનું મિથ્યાત્વ છે. શ્રીમદ્દમાં આ જાતની ડામાડોળ સ્થિતિ ૧૨૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૧. આ ઉપરાંત જુઓ “મોક્ષમાળા”માં
તરવાવધ ભાગ ૧ થી ૧૭, અને પત્રાંક ૨૭, પર, ૫૪, ૬૨ વગેરે. તેમને દરેક
પત્રમાંથી વીતરાગપ્રણીત માગ શ્રેષ્ઠ છે તે ભાવ વ્યક્ત થાય છે. ૧૩૦, ૧૩૧. જએ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૭૨૧, ૫૧૩, ૫૩૦ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org