________________
શ્રીમદની જીવનસિદ્ધિ આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું; મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણું સહાયક થઈ પડશે.”૧૫૪
આ સમય પછી વ્યાવહારિક તથા બીજી ઉપાધિઓ આવતાં તે વૃત્તિ મંદ પડી. અને ૨૮મે વર્ષે શુદ્ધ જ્ઞાન થતાં તેમનામાં વિશેષ ગંભીરતા આવી, તેથી માર્ગ પ્રવર્તાવવાનાં યોગ્ય લક્ષણે ન આવે ત્યાં સુધી એ વિચાર મંદ કરવાનો નિર્ણય લીધો. તે વિશે સં. ૧૯૫૨માં તેઓ લખે છે કે –
“ નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય કર્મ કરીને તે ઉપશમ જેવી થઈ. પણ કઈ કઈ લેકે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો..એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે પણ તેમને તે
ગ બાઝતો નથી. જે ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણું જ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય તેવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કઈ કરે તો ઘણું સારું, પણ દષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી જ લક્ષ એ છે કે એ જેવું એકે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વતે ત્યાં સુધી તેની ઈરછામાત્ર પણ ન કરવી, અને હજુ સુધી એમ વર્તવામાં આવ્યું છે...સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી કલ્પના માત્ર છે. તેને ખરેખર આગ્રહ નથી. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણું જીવન વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મેટું છે, તેની પૃહાથી પણ વખતે વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જતાં તે સંભવ હવેની દશામાં ઓછો દેખાય છે. અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમ કે યથાયોગ્યતા વિના દેહ છૂટી જાય તેવી દઢ કલ્પના હોય તો પણ માર્ગ ઉપદેશ નહિ, એમ આત્મનિશ્ચય છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો હોય અથવા સ્થાપ હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનેક્તધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી ગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.”૧૫૫
શ્રીમદ્ ભાગ પ્રકાશવાનાં સાધન તરીકે સર્વસંગપરિત્યાગને સૌથી અગત્યનો ગો છે. અને પોતાની એવી દશા ૩૮મે વર્ષે આવી શકશે તેવી તેમની કલ્પના હતી, તે ઉપરના પત્રમાં શ્રીમદ્ બતાવી હતી. માર્ગ પ્રકાશવાની બાબતની કેટલીક વિચારણા તેમણે
૧૫૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬. ૧૫૫, એજન, પૃ. ૫૧૮ તથા પૃ. ૧૬ ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org