________________
૧. જીવનરેખા
સમય પહેલાં બધા ગંજીફે રમતા હતા. તે વખતે રા. છોટાલાલભાઈ બધાથી જુદા પડી રસોયા પાસે ગયા અને તેને કહ્યું કે, “દાળમાં હમેશ મુજબ મીઠું નાખવું, ઢોકળીના શાકમાં બિલકુલ ન નાખવું, અને લીલેરી શાકમાં વધારે મીઠું નાખવું, એમ રેવાશંકરભાઈ એ ખાસ કહ્યું છે.” ભદ્રિક – ભેળા રસેયાએ સાચું માની એ પ્રમાણે કર્યું. બધા જમવા બેઠા, અને રાઈ પીરસાઈ ત્યારે થાળી સામું જોઈ, પછી છોટાલાલભાઈ સામે જોઈ, હસીને શ્રીમદ્દે તેમને કહ્યું કે, “પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છે કે રસે ભૂલ્યા છે? એક શાક ચણાના લોટનું મીઠા વગરનું, અને લીલોતરીનું વધારે મીઠાવાળું છે.” રેવાશંકરભાઈએ શાક ચાખી જેમાં તે વાત સાચી જણાઈ. આથી તેઓ રયા પર ગુસ્સે થયા. તે વખતે છોટાલાલભાઈએ પિતે એમ કરવા કહેલું તે જણાવી, બધાને પિતાની પ્રવૃત્તિથી વાકેફ કર્યા.૧૬૪
શ્રીમદ્દની આ શક્તિની નીચે પ્રમાણેની નોંધ જામે જમશેદ” નામના પત્રે પણ એક વખત તા. ૨૪-૧-૧૮૮૭ના રોજ લીધેલી જોવા મળે છે –
અમારા સાંભળવામાં આવ્યું છે કે, આગલે દિવસે પોતાને મળેલી એક મેજબાની વખતે કેટલીક વાનીઓમાં મીઠું વધતું ઓછું હતું, તે કવિએ ચાખ્યા કે હાથ લગાવ્યા વિના માત્ર નજરે જોઈને કહી આપ્યું હતું. ૧૬૫
૮. સાંઢ શાંત થઈ ગયા – ખંભાતના શ્રી છોટલાલ માણેકચંદને પણ શ્રીમદના ચમત્કારને થડો અનુભવ થયો હતો. એક વખત શ્રીમદ્ ધર્મજથી વીરસદ પોતાના સાથીઓ સાથે જતા હતા. રસ્તામાં એક સાંકડી કેડી આવી. તે પરથી બધા પસાર થતા હતા તે વખતે તેઓએ તે કેડી પર સામેથી બે સાંઢને લડતા લડતા આવતા જોયા. સામેથી ધસી આવતા સાંઢને જોઈને બીજા ને ગભરાટ છૂટો, પણ શ્રીમદ્દે બધાને જણાવ્યું કે સાંઢ નજીક આવશે ત્યારે શાંત થઈ જશે. પરંતુ ભયને લીધે છોટાભાઈ વગેરે સાથીઓ પાસેના ખેતરમાં છુપાઈ ગયા. માત્ર શ્રીમદ્દ અને તેમની પાછળ શ્રી ભાગભાઈ તથા ડુંગરશીભાઈ શાંતિથી આગળ વધ્યા. બંને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઊભા રહી ગયા, અને બધા શાંતિથી પસાર થઈ ગયા.૧૬ ૬
૯. તમારી પુત્રી સાજી થઈ જશે – વિ. સં. ૧૯૫૪માં શ્રીમદ કાવિઠા ગયા હતા. ત્યાં એક વખત વ્રજભાઈ ગંગાદાસ પટેલ, લહેરાભાઈ વગેરે મુમુક્ષુઓ સાથે તેઓ ત્યાંની વાગડિયા તળાવડી ગયા હતા. તે તળાવડીની બાજુમાં કઈ પાટીદાર શામળભાઈનું ખેતર હતું. તેમણે શ્રીમદ્દ માટે પોતાના ખેતરમાંથી થોડાં મેગરાનાં ફૂલ ચૂંટી લાવી બેઠક ઉપર મૂકયાં. તે જોઈ શ્રીમદે જણાવ્યું કે નાના કારણ માટે આ રીતે ફૂલ ન તેડવાં જોઈએ. એ પછી શામળભાઈને તેમણે વિશેષમાં કહેલું કે બીમાર થયેલી તમારી પુત્રીને કાલે આરામ થશે.
૧૬૪. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૯૯. ૧૬૫. “ શ્રીમદ્ રાજચંદ્ર'', આવૃત્ત ૫, ભાગ ૧, પૃ. ૪૭૫. ૧૬૬. • શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ”, પૃ. ૧૦૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org