________________
૧. ઇજનરેખા
જમી રહ્યા પછી તે બંને ભાઈઓ શ્રીમદ સાથે એકાંતમાં બેઠા, અને તેમની અવધાનશક્તિ બતાવવા વિનંતિ કરી. શ્રીમની એ શક્તિ જોઈ તેઓ બંને ચક્તિ થઈ ગયા. અને તેમને કાશી લઈ જવાની જરૂર રહેતી નથી એવો વિચાર પણ તેમને આવ્યો. તેમ છતાં તે વિશે પ્રશ્ન કરવાનું નક્કી કરી તેમને કહ્યું, “આપને ભણવા માટે કાશી લઈ જવાની વિનંતિ કરવા આવ્યા છીએ. માટે આપ કાશી ચાલે. આપના કુટુંબને માટે તેમજ આપને માટે ખાવાપીવા વગેરેની સગવડ અમે કરીશ. પણ આપ અમારી સાથે ચાલે તે માટે ઉપકાર થાય”. તે વિશે શ્રીમદે વિનયપૂર્વક ના જ કહી. આંથી બંને સમજી ગયા કે આપણે પ્રથમ કરેલું અનુમાન સાચું જ છે. તેમને વિશેષ શીખવું પડે તેમ નથી.
પછી તેઓ બધા ધારસીભાઈ પાસે ગયા. ત્યારે ધારસીભાઈએ તેમને શ્રીમદ્દ સાથે થયેલી વાતચીતમાં કંઈ કહેવા જેવું હોય તે કહેવા કહ્યું. તેમણે કશું છુપાવવા જેવું નથી એમ કહી, ઉપરનો આ પ્રસંગે જણાવ્યું.
પહેલાં તે ધારસીભાઈને થયું કે રાયચંદભાઈ આટલી બધી સગવડ મળવા છતાં કાશી ભણુવા જતા નથી તે તેમની ભૂલ કહેવાય. પણ પછી સમજાયું કે નાની વયમાં જ જેની આટલી સમજણશક્તિ છે અને જ્ઞાનને છલકાટ નથી તેને વધુ ભણવાનું પણ શું હેય? એમ ધારસીભાઈને શ્રીમદ્દના ગુણની મહત્તા દેખાઈ. તે પછીથી તેઓ શ્રીમને ગાદીએ બેસાડી પોતે તેમની સામે વિનયભાવથી બેસતા.૧૬૦
૩. પોતાને માટે ન મંગાય – શ્રીમદને વવાણિયા પાછા જવા વિચાર થયો ત્યારે તેમની પાસે પાછા જવાના પૈસા ન હતા. આથી મેસાળમાંથી ભાતામાં જે મીઠાઈનો ડ મળે હતે તે વેચીને પૈસા કર્યા, પણ ધારસભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હોવા છતાં તેમની પાસે પૈસા માગ્યા નહિ. એવી તેમનામાં નિઃસ્પૃહતા હતી. સમજુ ગૃહસ્થની ૧૬૦. આ પ્રસંગ માટે જુઓ, “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૧૯. શ્રીમદને
આવી જ જાતને પરિચય શ્રી સોભાગભાઈને વિ. સં. ૧૯૪૬માં મોરબીમાં થયો હતો. જુઓ પ્રકરણ ૧૩. આ તર્તાનના આધારથી શ્રીમદ્ ગમે તેટલા સમય પહેલાં જોયેલી વ્યક્તિની પાઘડીને વળ ડાબે છે કે જમણે તે ભૂલ કર્યા વિના તેમજ વિના અપવાદ કહી દેતા. એ જ રીતે ગણિતના પણ કઠણ કેયડા – જેવા કે મોટા ગુણાકાર, ભાગાકાર વગેરે – જેને લખીને ગણતાં પણ દશ મિનિટ લાગે તેનો જવાબ તેઓ એક જ મિનિટમાં, મેઢે ગણીને, આપી શકતા; તેમ જ લાખ સુધીના અંકના ચારપાંચ લીટીના સરવાળા આશ્ચર્ય થાય એટલી ત્વરાથી કરી શકતા. ગંજીફાના ખેલમાં સર પાનું કેની પાસે છે, કોની પાસે કયું પાનું છે તે પણ તેઓ ભૂલ વિના કહી દેતા, એટલું જ નહિ, પત્તાની જોડમાંથી ધારેલું પાનું આપણે આશ્ચર્ય પામીએ તે રીતે કાઢી આપતા. તેમની આ બધી શક્તિએની નોંધ તેમના બાળપણના સાથી અને અનુરાગી, મોરબીના રા. છોટાલાલ રેવાશંકર અંજારિયાએ લીધી છે, અને તે “શ્રીમદ્ રાજચંદ્ર: અર્ધ શતાબ્દી મારકગ્રંથમાં પ્રગટ પણ થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org