________________
શ્રીમની જીવનસિદ્ધિ ૧. આત્મા, પુનર્જન્મ, ઈશ્વર–ખેડાના વેદાંતવિદ વકીલ ભટ્ટ પૂજાભાઈ સેમેશ્વરને શ્રીમદ્દ સાથે નીચે પ્રમાણે વાતચીત થઈ હતી. તે શ્રીમદ્દના વ્યક્તિત્વ તથા અનુભવ પર પ્રકાશ પાડતી હોવાથી અહીં રજૂ કરેલ છે.
વકીલે પ્રશ્ન કર્યો : “આત્મા છે?” શ્રીમદ્દ ઉત્તર આપ્યો : “હા, આત્મા છે.” વકીલ : “અનુભવથી કહે છે કે આત્મા છે?” શ્રીમદ્દ “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન
થઈ શકે. તે તે અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે;
તે પણ અનુભવગેચર છે. પણ તે છે જ.” વકીલ : “જીવ એક છે કે અનેક ? આપના અનુભવને ઉત્તર ઇચ્છું છું.” શ્રીમદ્દ “જીવો અનેક છે.” વકીલ : “જડ, કમ એ વસ્તુતઃ છે કે માયિક છે?” શ્રીમદ્દ “જડ, કર્મ એ વસ્તુત માયિક નથી.” વકીલ : “પુનર્જન્મ છે?” શ્રીમદ્દ : “હા, પુનર્જન્મ છે.” વકીલઃ “વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે ?” શ્રીમદ્દ “ના.” વકીલઃ “દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કેઈ તત્ત્વનું
બનેલું છે ?” શ્રીમદ્દ “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું
બનેલું છે.”૧૯૬ કર. મુનિનું પેટ જગતના હિતાર્થે – ઈડરના પહાડ પર સાતે સુનિઓને શ્રીમદે ઉપદેશ આપે હતે. તે ઉપદેશથી પ્રભાવિત તથા ઉલ્લસિત થયેલા દેવકરણજી મુનિએ શ્રીમને કહ્યું, “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે?” શ્રીમદ્દ “તમને કેણ કહે છે કે ગામમાં જાઓ ?” મુનિ : “શું કરીએ? પેટ પડયું છે.” શ્રીમદે સમાધાન કરતાં જણાવ્યું: મુનિઓને તે પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હેત તે ગામમાં ન જતાં પહાડની ગુફામાં વસી કેવળ વીતરાગભાવે રહી જંગલમાં વિચરત, તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહિ. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.”.
૧૯૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ (૧૯૫૧), પૃ. ૬૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org