________________
૨. ભાવનાબેધ
૧૬૯ જેવા અનેક સમર્થ આચાર્યોએ કર્યો છે. પરંતુ તેમના ગ્રંથની ભાષા માગધી કે સંસ્કૃત હોવાને લીધે સામાન્ય જનને સમજવામાં તે મુશકેલ લાગે, તેથી સામાન્ય જન પણ સમજી શકે તેવી સરળ ભાષામાં તેને ઉતારવાને શ્રીમદ્ વિચાર કર્યો.
તે વિચાર અનુસાર શ્રીમદે શ્રી સમંતભદ્રાચાર્ય રચિત “રત્નકરંડશ્રાવકાચાર”માં વર્ણવેલી બાર ભાવનાઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી. પહેલી બે ભાવનાઓને અનુવાદ તેમણે પૂરો કર્યો, અને ત્રીજી સંસારભાવનાને થોડો અનુવાદ કર્યા પછી, એ આખો અનુવાદ અધૂરો રહેવા દીધો. એ અનુવાદ આપણને અપૂર્ણ જ મળે છે. અનુવાદ અધૂરો મુકાયા પછી થોડા વખતમાં જ આગળ જોઈ તેવી જરૂરિયાત ઊભી થતાં આપણને “ભાવનાબેધ” નામનું સ્વતંત્ર પુસ્તક મળે છે. એ પરથી અનુમાન થાય છે કે “રત્નકરંડશ્રાવકાચાર”માંની બાર ભાવનાનો અનુવાદ તેમને પિતાને હેતુ પાર પાડવા માટે અપૂર્ણ લાગ્યો હશે, તેથી તે અધૂરે રહેવા દઈ તે વિશે સ્વતંત્ર ગ્રંથ રચવાની યોજના તેમણે કરી હશે, જે “ભાવનાબેધ”માં પૂરી થતી લાગે છે.
લગભગ પચાસ પાનાંના આ પુસ્તકને યોગ્ય પાંચછ પાનાંની પ્રસ્તાવના તેમણે લખેલ છે. તેમાં જીવને સાચું સુખ એટલે કે સંસારના શેકથી મુક્તિ જોઈતી હોય તે વૈરાગ્ય તરફ વળવું જોઈએ તે તેમણે સમજાવ્યું છે. “ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાવ્યમાં ઝંપલાવવું એ છે.”૮ એ વૈરાગ્યની મહત્તા બતાવનાર વાક્યથી પ્રસ્તાવનાની શરૂઆત કરી સંસારીઓની પ્રવૃત્તિ કેવી છે, તે તેઓ તેમાં બતાવે છે.
દરેક ગતિના જીવ સુખ મેળવવા અને દુઃખથી છૂટવા પ્રયત્ન કર્યા કરે છે. તેઓ સંસારમાં જ સુખ માની તે મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ તે દેખાતા સુખની પાછળ દુઃખ હેવાથી તે સાચું સુખ નથી એવી વિવેકબુદ્ધિ તેમનામાં હોતી નથી. પરિણામે તેઓ અનંત શકને પામે છે. ત્યારે વિવેકબુદ્ધિવાળા મહાજ્ઞાનીઓ “પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ” એ સિદ્ધાંત અનુસાર સંસારસુખની દરેક સામગ્રીને શેકરૂપ જણાવે છે. તેથી તેઓ “સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી સંસારને ત્યાગ કરીને ચોગમાં પરમાનંદ”૯ માને છે, અને અનંત સુખને પામે છે. શ્રીમદ્ પોતાના આ વિચારના સમર્થનમાં ભર્તૃહરિનો એક પ્રખ્યાત લોક ટાંકે છે કે –
भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं चले रिपुभयं रूपें तरुण्या भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं,
सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ॥१० ૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૫. ૮. એજન, પૃ. ૩૨. ૯. ૧૦. એજન, પૃ. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org