________________
૨. ભાવનાબેધ
૧૩૫
કેટલીક વખત સૂત્રના શ્લેક અનુસાર જ તેમણે ભાવાર્થ આપે છે –
" होमि नहो भयंताण भोगे भुंजाहि संजया ।
मित्तनाईपरिवुडो, माणुस्सं खु मुदुलहं ॥"१८ આ શ્લોક વિશે શ્રીમદે આ પ્રમાણે લખ્યું છે –
કઈ નાથ નથી તે હું થાઉં છું. હે ભયત્રાણ! તમે ભેગ ભોગ. હે સંયતિ! મિત્ર! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો.”૨૦ શ્રેણિક રાજાએ વનમાં જોયેલા મુનિ કેવા હતા તે સૂત્રમાં એક જ શ્લોકમાં દર્શાવ્યું છે –
" अहो वणो अहो रूपं अहो अज्जस्स सोमया ।
મહ યંતી મ મુરી મદ મોજે ગાયા ! ”૨ ૧ તે વિશે કર્તા સ્વતંત્ર રીતે શેડો વિસ્તાર સાધે છે –
“અહોઆ મુનિને કેવો અદ્દભુત વર્ણ છે ! અહો ! એનું કેવું મનોહર રૂપ છે ! અહો! આ આર્યની કેવી અદભુત સૌમ્યતા છે! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે! અહો ! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ ફુરણ છે ! અહા આની કેવી નિર્લોભતા જણાય છે! અહા ! આ નિયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ – નમ્રપાનું ધરાવે છે! અહા ! એનું ભેગનું અસંગપણું કેવું સુદઢ છે!”૨૨
આમ અહીં શ્રીમદ્દ મુનિના બધા જ ગુણે અહોભાવથી વ્યક્ત કરે છે, અને તે દ્વારા મુનિની ઉત્તમતાને ખ્યાલ આપણને આપે છે.
મૂળ સૂત્રમાં શ્રેણિક રાજાને મુનિ એટલું જ કહે છે કે, “તું પોતે અનાથ છે, તે મારે નાથ કઈ રીતે થઈશ ?” જુઓ આ અધ્યયનને ૧૨ શ્લોક –
“अप्पणा वि अणाहो सि सेणिया मगहाहिवा ।
1qના માહો સંતો રસ નાહો મક્ષિતિ || ૨ ૩ આ વિશે બીજા પણ કેટલાંક ઉદાહરણે શ્રીમદે અહીં ઉમેરેલાં છે. અહીં મુનિ શ્રેણિકને કહે છે કે –
૧૯. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૨૦, લોક ૧૧, પૃ. ૧૬પ. ૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮. ૨૧. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૨૦, લેક ૬, પૃ. ૧૬૪. ૨૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮. ૨૩. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૨૦, લોક ૧૨, પૃ. ૧૬૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org