________________
૧૩ર,
શ્રોમની જીવનસિદ્ધિ છપાતાં સમય લાગે, તે પણ તેમને અનુકૂળ આવે તેમ નહોતું. આથી મર્યાદિત પૃષ્ઠસંખ્યા રાખવા માટે તેમની સમર્થ કલમ ઝડપથી ચાલી શકે એવી હોવા છતાં તેમણે આમ શા. માટે કર્યું હશે તેને ખુલાસો મળી શકતો નથી.
એ પ્રત્યેક ભાવના વિશે શ્રીમદે કેવા વિચારે “ભાવનાબેધ”માં વ્યક્ત કર્યા છે, તે અનુક્રમે આપણે જોઈએ.
અનિત્યભાવના
સંસારનાં સર્વ સુખ, શરીર, લકમી, અધિકાર વગેરે નાશવંત છે, તે બધાંને કઈ ને કેઈ કાળે નાશ થવાને જ છે. માત્ર આત્મા જ નિત્ય છે. અવિનાશી આત્માનું ધ્યાન ધરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે, ત્યારે નાશવંત વસ્તુમાં મહ રાખવાથી દુઃખ જ મળે છે, એ જાતને વિચાર કરવો તે અનિત્યભાવના.
. આ ભાવનામાં શરૂઆતમાં શ્રીમદે સર્વ વસ્તુઓની અનિત્યતા સમજાવતી ઉપજાતિ છંદમાં ચાર પંક્તિઓ આપી છે. તેના વિશેષાર્થ રૂપે તેમણે તે પંક્તિઓ ગદ્યમાં વિસ્તારથી સમજાવી છે. અને આ સમજણ દેઢ કરવા, સંસારના નાશવંત સુખને ખ્યાલ આપવા, કર્તાએ એક ભિખારીનું દષ્ટાંત આપ્યું છે.
એક પામર ભિખારીને કેાઈ ગૃહસ્થ પાસેથી પોતાને કદી ન મળેલું મિષ્ટ ભજન મળતાં ખૂબ આનંદ થાય છે. નગર બહાર આવી, ભજન કરી, સંતુષ્ટ થઈને તે ભિખારી એક ઝાડ નીચે નિદ્રાવશ થાય છે. તેને નિદ્રામાં સ્વપ્નને ઉદય થાય છે. અને તે સ્વપ્નમાં પોતે રાજરાજેશ્વરના વૈભવને ભક્તા બને છે. પણ વીજળીના થયેલા કડાકાથી સ્વપ્નમાંથી જાગ્રત થતાં તેને ખ્યાલ આવે છે કે એ વૈભવ તો સ્વપ્ન હતું, પોતે તે ભિખારીને ભિખારી જ છે; આથી તે ખૂબ ખેદ પામે છે કે પોતે સંતોષ થાય ત્યાં સુધી એ ભેગ ભોગવી શક્યો નહીં.
આ દાંતનું કથારહસ્ય લેખકે “પ્રમાણુશિક્ષા માં સમજાવ્યું છે. ભિખારીને સ્વપ્નમાં ભોગ સાચા લાગતા હતા, પણ જાગ્રત થતાં તે ખોટી માન્યતા નષ્ટ થઈ અને સ્વપ્નનાં સુખ મિથ્યા જણાયાં, તેમ આત્મજ્ઞાનરૂપી સાચી જાગૃતિ જીવને નથી આવી હતી ત્યાં સુધી
જે સંસારનાં સુખ સાચાં લાગે છે. આથી બુદ્ધિશાળી જીવે સંસારની એક પણ વસ્તુને - સ્વપ્નની પેઠે સાચી ન માનતાં તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે.
આ દાંત અને પ્રમાણશિક્ષા” વૈરાગ્યના ઉપદેશાથે છે, તે તેમને હેતુ પુપિકામાં તેઓ પ્રગટ કરી આ ભાવના પૂર્ણ કરે છે.
આ દષ્ટાંતની ભાષા સરળ છે. ક્યાંય વધુ વર્ણન કરી તેમણે તેને લંબાવેલ નથી. પણ વચ્ચે વચ્ચે મર્માળા હાસ્યવાળાં વચને મૂકી આ દૃષ્ટાંતને રસિક બનાવવાને સ્તુત્ય પ્રયત્ન તેમણે કર્યો છે. આ મર્માળું હાસ્ય આપણને “અતિવૃદ્ધતાને પામેલો એ પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org