________________
શ્રીમની જીવનસિદ્ધિ સંસારની સારી ગણાતી દરેક વસ્તુમાં કંઈ ને કંઈ ભય રહ્યો છે. માત્ર વૈરાગ્ય જે ભયથી મુક્ત છે, એવું પ્રતિપાદન ભતૃહરિએ આ શ્લોકમાં કર્યું છે. આ લોકને વિસ્તારથી સમજાવ્યા પછી શ્રીમદ્દ જણાવે છે કે, “ભતૃહરિ એક જ આમ કહે છે તેમ નથી, ભર્તૃહરિથી ઉત્તમ, સમાન કે કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓએ પણ આ જ વાત કહી છે.”
તે તત્ત્વજ્ઞાનીઓએ સંસારને એકાંત દુઃખમય તથા શોકમય કહ્યો છે. સંસારના દુખથી મુક્ત થવાને બ્રહ્મચર્ય, ક્ષમા, અપ્રભુત્વ, વિવેક, વિનય વગેરેનું સેવન તથા ક્રોધ, માન, માયા, લોભ, વિષય, હિંસા વગેરેને ત્યાગ કરવો એ ઉપાય તેઓએ બતાવ્યો છે. એ રસ્તે ચાલી પુરુષાર્થ કરવો તે સર્વનું કર્તવ્ય છે, એમ તેઓએ ઉપદેશ્ય છે.
આમ સર્વ જ્ઞાનીઓની વાત કરી ભગવાન મહાવીરને પણ સંસારત્યાગને આ જ ઉપદેશ હતો, તેમ શ્રીમદ્દ જણાવે છે. અને પોતાના ઉપદેશને તે ભગવાન મહાવીરે આચરી બતાવ્યું હતું; તેમ ન હોય તે સંસારના અનેક વૈભવને છેડી તેઓ શા માટે ચાલી નીકળ્યા હતા? આટલું બતાવી શ્રીમદ્દ જ્ઞાનીના ઉપદેશ વિશે લખે છે કે –
એ ઉપદેશ આપવામાં કોઈને કોઈ પ્રકારની અને કેઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદેશે તે સમતુલ્ય દશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષમ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાને પુત્ર પ્રથમ પદવીને ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષ પૂર્વે જણાવ્યા છે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વ શે મંગળમય રૂપે બેધવામાં એ રાજપુત્ર વધી ગયો છે.”૧૧
હદયમાં વસી જાય તેવી સચોટ ભાષા દ્વારા તવની સૂક્ષમતાની બાબતમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે તે પોતાને અભિપ્રાય શ્રીમદે અહીં આપે છે. આ તત્ત્વજ્ઞાનીઓના ઉપદેશને સાર “પ્રભુ ભજે, નીતિ સજે, પરઠે પરોપકાર” એ ચરણમાં આવી જાય છે, તે બતાવી આ રસ્તે જ જવાથી મુક્તિ મળે છે, તે તેમને અભિપ્રાય છે. “નિવાળા
સકagar” એ “ સૂત્રકતાંગ”ની ગાથાના ચરણર્ધ દ્વારા એનું સમર્થન કર્યું છે. મુક્તિ મેળવવામાં વૈરાગ્ય કેટલે મદદગાર થાય છે તે દર્શાવતાં પ્રસ્તાવનાના અંતભાગમાં કર્તા લખે છે કે –
આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈએ કે તે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી; પણ જળથી તેને અભાવ છે, તેમ શૃંગારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્ય-જળનું આવશ્યકપણું નિઃસંશય કરે છે, અને એ જ માટે વીતરાગના વચનમાં અનુરક્ત થવું વધુ ઉચિત છે. નિદાન એથી વિષયરૂપ વિષનો જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે.”૧ ૨ ૧૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૩૪. ૧૨. એજન, પૃ. ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org