________________
ભૂમિકા
ઉપરનાં અવતરણ પરથી સમજાય છે કે આ બંને ગ્રં વિનચંદભાઈએ જોયા હશે વળી, તે પ્રસિદ્ધ થવાના છે તે ઉલ્લેખ પણ ઉપરનાં અવતરણમાં છે. પરંતુ પછીથી તે છપાયા કે નહિ તે વિશે આજે આપણને કંઈ માહિતી મળતી નથી. એટલે આ ગ્રંથ લખાયા પછી પરમાર્થ માગમાં તે અનુપગી લાગતાં તેનું કર્તવ શ્રીમદે છોડી દીધું હોય એવું અનુમાન કરવામાં આવે છે.
“શ્રીમદ રાજચંદ્ર જીવનકળામાં શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજીએ “સ્ત્રીનીતિબોધક વિભાગ ૧”માં જોવા મળતી “કાવ્યમાળાની જાહેરખબર વિશે લખ્યું છે કે –
સ્ત્રીનીતિબોધકને અંતે જાહેરખબરમાં લખેલું છે કે “કાવ્યમાળા” એ નામનું એક સનીતિબેધક પુસ્તક મેં રચીને તૈયાર કરેલું છે, જેની અંદર ૧૦૮ કાવ્યો છે, અને તેના ચાર ભાગ પાડેલા છે. તેનું કદ બસે પૃષ્ઠનું થશે. અગાઉથી ગ્રાહક થનારની પાસે રૂ. ૦–૧૦–૦ લેવામાં આવશે.”૪
આ જાહેરખબર પરથી સિદ્ધ થાય છે કે શ્રીમદે આ પુસ્તકની રચના કરી હશે, પરંતુ તેની છપાયેલી કે લખેલી નકલ મળી શકતી નથી. આથી આ મસ્તક પ્રગટ થયું છે. તે વિશે આપણને શ્રી ગોવર્ધનદાસની જેમ કશી માહિતી મળી શકતી નથી.
આમ શ્રીમદ્દચિત વીસ વર્ષ પહેલાંના સાહિત્યમાં ઉપલબ્ધ કરતાં અનુપલબ્ધ રચનાઓનો જ માટે હોય તેમ જણાય છે. તેમના ઉપલબ્ધ સાહિત્યમાંથી સૌપ્રથમ “ભાવનાબેધન, તે પછી “મેક્ષમાળા”, અને પછી અન્ય સાહિત્યને વિચાર કરીશું.
૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૧, પૃ. ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org