________________
શ્રીમદના જીવનસિદ્ધિ “મને કઈ કહેતું જગત છે, તે તો મેં હવે જાયું, મને કઈ કહેતું જગત સાચું, તે પણ મેં હવે જાણ્યું; કદી છેટું તે મારે શું ? કદી સાચું તે મારે શું ?
નથી થાતું, નથી જાતું, “હું” માંહે “હું” સમાયે છું.” શ્રીમદે કહ્યું કે, “સ્થિતિ ઠીક થઈ, પરંતુ એ જ ભાવ જે ચોવીસ કલાક ચાલ્યો હોત તે ક્ષાયિક સમકિત ઉત્પન્ન થાત.”૧૯૮
૪૪. ધમમાં મરણથી પણ ન ડરવું – વિ. સં. ૧૯૫૬માં ડે. હેપ્પીને પ્લેગ અટકાવવા રસી આપવાનું શરૂ કર્યું. કેટલાક લો કે રસી મુકાવવા તૈયાર થયા. તે વિશે શ્રીમને અભિપ્રાય એવો હતો કે રસી ફાયદાકારક નથી, અરે તે તૈયાર કરવામાં અન્ય જીને દુઃખ પહોંચતું હોવાથી તે મુકાવવા જેવી નથી. તે દયાના વિચારને પ્રચાર કરવા એક સભા ભરવાનું નકકી થયું, જેમાં “રસી વિરુદ્ધ”ની સભા બેલાવનારનાં નામમાં
પદમશીભાઈનું નામ શ્રીમદે સૂચવ્યું. તે વિશે પદમશીભાઈએ કહ્યું, “સાહેબ, રસી નંખાવનાર એક જાહેર વ્યક્તિએ મારા શેઠિયાઓ ઉપર લૌકિક ઉપકાર કર્યો છે, જેની અંદર હું પણ આવી જાઉં છું. તેની વિરુદ્ધ મારે સભા બોલાવવી યોગ્ય નથી ધારતે. તેમ થશે તે ઊલટા તેઓ ચિડાઈ અમને નુકસાનમાં ઉતારશે, માટે મારું નામ ન હોય તે સારું.”
શ્રીમદે તેમને કહ્યું, “તેણે લૌકિક ઉપકાર કર્યો છે, તેને બદલે લૌકિક હોય. વળી આ કૃત્ય તે હિંસાના ઉત્તેજનને અટકાવનાર છે, માટે તે લાભનું કારણ છે. છતાં તે વિરુદ્ધ થાય તે કંઈ ડરવા જેવું નથી. જ્યાં ધર્મનું કાર્ય હોય ત્યાં મરણ સુધી પાછા હઠવું નહિ.” એમ કહી યશેવિજયજીની ગદષ્ટિની સજ્ઝાયમાંથી નીચેની ગાથા સભળાવી :–
ધમ અર્થે ઈહાં પ્રાણને છ છાંડે, પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડશે જ, જુઓ એ દષ્ટિને મર્મ.
મનમેહન જિનજી મીઠી તાહરી વાણુ.” આ ગાથા સાંભળીને પદમશીભાઈને હિંમત આવી અને સહી કરી આપી. એ મેળાવડે થયો હતો. પ્રમુખપદે શ્રીમદ રાજચંદ્ર બિરાજ્યા હતા, અને અનેક જણાએ રસી મુકાવવાની વિરુદ્ધમાં ભાષણ કર્યા હતાં.૧૯૯
૪૫. હાજર જવાબ – શ્રીમદ કેઈ ભાઈ સાથે એક વખત તળાવ પાસે ફરવા ગયા હતા. તળાવમાં લીલ જોઈને તે ભાઈએ શ્રીમદને પ્રશ્ન કર્યો કે, “સાહેબજી, લીલના આ જથ્થામાં કેટલા જીવ હશે ?” શ્રીમદે લાગલ જ ઉત્તર આપ્યો કે, “કેમ? એ બધાને જમવા નોતરવાને તમારો વિચાર છે ?”
૧૯૮. “શ્રીમદ્ રાજચંદ્ર : અધશતાબ્દી મારકગ્રંથ, પૃ. ૧૧૯. ૧૯ક. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૧૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org