________________
૧૧૬
શ્રીમદના જીવનસિદ્ધિ ૩૩. સ્વર્ગ અને નરક – પ્રો. રવજીભાઈ દેવરાજે શ્રીમદને પૂછયું કે, “સ્વર્ગ અને નરકની ખાતરી શી ?” શ્રીમદ્ ઉત્તર આપ્યો, “નરક હોય અને તમે ન માનતા હે, તે નરક જવાય તેવાં કામ કરવાથી કેટલું સાહસ ખેડયું કહેવાય ? ૧૯૧
૩૪. બને બરાબર–કચ્છના વતની પદમશીભાઈએ શ્રીમદ્દ એક પ્રસંગે પૂછયું કે, “શ્રીકૃષ્ણના સંબંધમાં જન ગ્રંથોમાં તેઓ નરકે ગયા છે તેમાં લખ્યું છે, અને વૈષ્ણવ ગ્રંથોમાં તેઓ મેક્ષે ગયા છે તેમાં લખ્યું છે, તે આ બંનેની વાત કેમ મળતી નથી આવતી ?” શ્રીમદે સમજાવ્યું કે “જન ગ્રંથમાં જેમ તેને વર્તતા બતાવ્યા છે તેમ કેઈ પણ જીવ વતે તે નરકે જાય અને જેમ વૈષ્ણવ ગ્રંથમાં તેને વર્તતા બતાવ્યા છે તેમ કેઈ પણ જીવ વતે તો મોક્ષે જાય. માટે બંને શાસ્ત્રમાં દૃષ્ટાંતરૂપ લખ્યું છે, અને તે બંને બરાબર છે તેમ સમજવું.”૧૯૨
૩પ. આત્માને અર્થે જ શાસ્ત્ર - એક વખત શ્રીમદ દિગંબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા, ત્યારે દિગબર પંડિત શ્રી ગોપાળદાસ બારેયાએ તેમને વિનંતી કરી કે, “ગમ્મટસારના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે તે પૂરી કરી દેશે ?” શ્રીમદ્ ઉત્તરમાં કહ્યું, “અમે તો શાસ્ત્ર માત્ર આત્માને અર્થે જ વાંચીએ છીએ.” ૧૯૩
૩૬. હવે તમે ત્યાગી – એક વખત લલ્લુજી મહારાજે શ્રીમદ્દને જણાવ્યું, “મેં કુટુંબ, વૈભવ, માતા, પત્ની, પુત્ર વગેરેને ત્યાગ કરી દીક્ષા લીધી છે.” આ સાંભળી શ્રીમદે કહ્યું, “શું ત્યાખ્યું છે ? એક ઘર છોડી કેટલાં ઘર – શ્રાવકનાં – ગળે નાખ્યાં છે ? એ બે સ્ત્રીને ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છોકરાં પ્રત્યે પ્રીતિ થાય છે ?
આ સાંભળી લલ્લુજી મહારાજને પોતાના દોષ પ્રગટ જણાયા. એથી તેમને બહુ જ શરમ આવી. અને ખૂબ નમ્રતા સાથે તેમણે કહ્યું, “હું ત્યાગી નથી.” શ્રીમદે તુરત જવાબ આપ્યો, “મુનિ, હવે તમે ત્યાગી છે.” ૧૯૪
- ૩૭. હીરા નહી, કાળક્ટ વિષ – એક દિવસ બે મુનિઓ શ્રીમદ પાસે આવ્યા. ત્યારે શ્રીમદે તેમાંના એક શ્રી દેવકરણ મુનિને પૂછયું, “વ્યાખ્યાન કોણ આપે છે ? પર્વદા કેટલી ભરાય છે?” દેવકરણુજીએ કહ્યું. “હજારેક માણસેની પર્ષદા ભરાય છે.” શ્રીમદ્
સ્ત્રીઓની પર્ષદ જોઈ વિકાર થાય છે ?” મુનિ : “કાયાથી નથી થતું, મનથી થાય છે.” શ્રીમદ્દ “મુનિએ તે મન, વચન અને કાયા ત્રણે યેાગથી સાચવવાં જોઈએ.” શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું, “તમે ગાદી-તકિયે બેસે છે, અને હીરામાણેક તમારી પાસે
૧૧. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા '', પૃ. ૧૨૩. ૧૯૨. એજન, પૃ. ૧૧૬. ૧૯૩, એજન, પૃ. ૧૧૮. ૧૯૪. એજન, પૃ. ૧૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org