________________
૧૧૪
શ્રીમદની જીવનસિદ્ધિ હશે એ વિચાર ખૂબ તાવતો હતો. એટલે બીજે દિવસે પેઢી પર જઈ શ્રીમદને તેમણે પૂછયું હતું. શ્રીમદે જણાવેલું, “ભાઈ વનમાળીએ આપણુ ગયા પછી પેટી બંધ કરી
હતી. ૧૮૩
૨૬. ઝવેરાતની પરીક્ષા – વિ. સં. ૧૯૫૪માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં શ્રીમદ ત્યાંની દુકાન બંધ કરી વવાણિયા જતા હતા. તે વખતે તેઓ વઢવાણ કેમ્પ સ્ટેશને ઊતરેલા, ત્યારે તેમની પાસે ઝવેરાતની એક પેટી હતી. તેની કળ બગડી ગઈ હતી. તેથી તે ખુલ્લી હતી. તે પેટી લઈ તેઓ, ડુંગરશીભાઈ તથા ઠાકરશીભાઈ સિગરામમાં બેસીને એક દિવસ માટે સાયલા ગયા. રસ્તામાં શ્રીમદે ડુંગરશીભાઈને કહ્યું, “ડુંગરશીભાઈ, તમે સૌભાગભાઈને કહેતા હતા ને “જ્ઞાન હોય તેની પાસે નાણું ન હોય ! તેનું કેમ છે?” ડુંગરશીભાઈએ જવાબ આપ્યો, “તેવું તો હવે કંઈ જણાતું નથી. આપની પાસે જ્ઞાન પણ છે અને નાણું પણ છે.”
તે પછી શ્રીમદે પેટીમાંનું ઝવેરાત ડુંગરશીભાઈને બતાવવા માંડ્યું. સિગરામના ગડગડાટથી હીરા, મોતી, કે બીજા નંગ પડી જશે તે હાથમાં નહિ આવે એ ભય લાગતાં ડુંગરશીભાઈએ ઝવેરાત બહાર કાઢવા ના કહી. આથી શ્રીમદ્ “ફિકર કરો નહિ, અમારું કયાંય જવાનું નથી” એમ જણાવી બધું ઝવેરાત બતાવ્યું. અને અંતમાં તેમને જણાવ્યું કે, “જેને આત્મજ્ઞાન છે તેને ઝવેરાતની પરીક્ષા થવી સહેલ છે.”૧૮૪
ર૭. અમારો દિ ઊઠયો નથી. – શ્રીમદની શક્તિ વિશે સાંભળીને તથા તેમને હમેશાં સ્વાધ્યાયમાં મજા માણતા જોઈને એક પાડોશીએ તેમને પૂછયું કે, “તમે બધે સમય ધર્મની ધૂનમાં રહે છે તેથી તમને બધી ચીજોના શા ભાવ થશે તેની ખબર હશે !” શ્રીમદે ઉત્તર આપે, “અમારે દિ ઊઠયો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ.”૧૮૫
૨૮. ચિંતા પૃથ્વીની નહીં, આત્માની કરે.–એક જિજ્ઞાસુએ શ્રીમદને એક વખત પ્રશ્ન કર્યો કે, “પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે, અને હાલના શોધકો તેને ગોળ કહે છે, તે બેમાં સાચું શું ?” શ્રીમદે સામે પ્રશ્ન કર્યો. “તમને પૃથ્વી ગોળ હોય તે ફાયદો કે સપાટ હેાય તે ?” જિજ્ઞાસુએ કહ્યું, “હું તે માત્ર જાણવા માગું છું.” શ્રીમદે ફરીથી પૂછયું, “તમે શ્રી તીર્થંકર પ્રભુની શક્તિને વધુ માને છે કે હાલના શોધકોની શક્તિને ?” તેમણે જણાવ્યું, “તીર્થંકર પ્રભુની શક્તિને વધારે માનું છું.” તેથી શ્રીમદે જણાવ્યું, “તમે શ્રી તીર્થંકર પ્રભુ પર શ્રદ્ધા રાખો અને શંકા કાઢી નાખે. આત્માનું કલ્યાણ કરશે તે પૃથ્વી ગેળ કે સપાટ, જેવી હશે તેવી, કંઈ પણ હરત કરશે નહિ.”૧૮૬
૨૯. પેટ અને ભક્તિ—વિ. સં. ૧૯પરમાં શ્રી કાવિઠા આવ્યા હતા. તેમને બોધ સાંભળી પ્રાગજીભાઈ નામના એક ભાઈએ તેમને જણાવ્યું કે, “ભક્તિ કરવાનું તે
૧૮૩. “શ્રીમદ્ રાજચંદની જીવનરેખા”, પૃ. ૧૧પ. ૧૮૪. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૧૧૪. ૧૮૫. ૧૮૬. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, આવૃત્તિ ૪, પૃ. ૧૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org