________________
શ્રીમદની કવનસિદ્ધિ ૧૬. બનેવીની માંદગી વખતે – શ્રીમદના બનેવી રા. ટોકરશીભાઈ મહેતા તેમની છેલ્લી માંદગીમાં ગાંઠ અને સન્નિપાતના દરદનો ભાગ બન્યા હતા. તેની પીડામાં તેઓ, દુકાન, ઘરાક, સંસાર વગેરે સંબંધી બકવાદ કરતા હતા, અને શૈડી થોડી વારે ઊઠીને નાસી જવાનો પ્રયત્ન કરતા હતા, તેથી ત્રણચાર જણએ તો તેમને ઝાલી રાખવા પડતા હતા.
આવી પરિસ્થિતિ હતી ત્યારે એક દિવસ બપોરે તેમની તબિયતના સમાચાર પૂછવા શ્રીમદ્દ આવ્યા. ટોકરશીભાઈના ભાઈ દેવચંદભાઈએ શ્રીમદને તેમનું દર્દ જણાવ્યું. તે પછી શ્રીમદ્દે બધાને દર્દીના ખાટલા પાસેથી આઘા જવા કહ્યું. દેવચંદભાઈએ કહ્યું કે ટેકરશીભાઈ નાસભાગ કરવા લાગે છે તેથી પકડવાની જરૂર પડે છે, તેથી આઘા જઈએ તે મુશકેલી નડે ને? શ્રીમદે જણાવ્યું કે, “નહિ ભાગે.” તેથી બધા દૂર ગયા, અને શ્રીમદ્દ ત્યાં બેઠા. પાંચેક મિનિટમાં જ ટેકરશીભાઈ સ્વસ્થ થઈ ગયા અને શ્રીમદને પૂછયું કે, “તમે કયારે આવ્યા?” તેને ઉત્તર આપવાને બદલે શ્રીમદે સામા તેમને સમાચાર પૂછા. એટલે ટેકરશીભાઈએ ગાંઠની પીડા સિવાય ઠીક છે એમ જણાવ્યું. અર્ધો કલાક – શ્રીમદ્ હાજર હતા ત્યાં સુધી તેમને ઘણું સારું રહ્યું. પણ શ્રીમદ્ તેમની દુકાને જવા નિકળ્યા, તે પછી પાંચ જ મિનિટમાં ટેકરશીભાઈની સ્થિતિ પહેલાંના જેવી જ થઈ ગઈ.
આ જોઈ દેવચંદભાઈએ શ્રીમદને બોલાવવા માણસ મોકલ્યો. માણસ પાસેથી વાત જાણ્યા પછી “જેમ બનવાનું હોય તેમ બને છે.” એમ કહી માણસને પોતે હમણું નહિ આવે તેમ જણાવ્યું. અને પછી ઠેઠ સાંજે સાત વાગ્યે શ્રીમદ્દ ટેકરશીભાઈ પાસે ગયા, ત્યાં તેમણે ટેકરશીભાઈની બીમારીમાં વૃદ્ધિ જોઈ. સર્વને પહેલાંની માફક દૂર જવા કહ્યું. બધા ભીંત સુધી ખસ્યા એટલે તે તેમની પાસે બેસી, તેમની સામે આંખના, હોઠના અને હાથના કંઈ કંઈ ઈશારા કરવા લાગ્યા. પાંચેક મિનિટમાં ટેકરશીભાઈ હાશમાં આવ્યા. શ્રીમદ્દે પૂછ્યું, “કેમ છે?” તેમણે જવાબ આપ્યો, “હવે ઠીક છે, ગાંઠની પીડા નથી.”
શ્રીમદ્ ઘણુ વખત કરી દેતા. આવો અનુભવ મનસુખભાઈને તથા બીજા મુમુક્ષુઓને ઘણી વાર થયેલો. મનસુખભાઈએ પોતાના અનુભવો “શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા ”માં નેધ્યા છે. ઉદાહરણ તરીકે – તેમને શ્રીમદ્દને મળવાની ઉત્કટ ઈચ્છા થઈ હતી ત્યારે શ્રીમદ્દે જ તેમને પોતાના આવ્યાનો સંદેશ મોકલેલે. શ્રીમદ્ભા ઉતારાની ખબર નહોતી, તો કોઈ અજાણ્યા ભાઈને સંગાથ પણ મળી ગયેલ. મળતી વખતે વાતચીત બાબતની તેમને થતી આશંકા શ્રીમદ્દે જ વાતની શરૂઆત કરી ટાળી દીધી હતી. તે પછી પણ તેઓ કોઈ પ્રશ્ન પૂછવાને ધારીને શ્રીમદ્ પાસે જાય તે, તે પ્રશ્ન પુછાય તે પહેલાં જ શ્રીમદ્ તેમનું સમાધાન કરી દેતા, એમ બનતું. તેઓ એક વખત શ્રીમને લેવા વાંકાનેર ગયા હતા, ત્યારે કોઈ ભાઈ સાથે “ભગવદ્ગીતા”ની વાત થઈ; અને શ્રીમદ્ મળ્યા ત્યારે સૌ પ્રથમ એ જ પુસ્તક તમણે તેમને આપ્યું. વગેરે.
આ જાતનો અનુભવ મોરબીના રા. છોટાલાલ અંજારિયાને પણ થયેલ. તેમની મંડળીમાંથી કોઈ વાત કરે તે તેના મનને હેતુ શ્રીમદ્ કહી આપતા. તે વ્યક્તિ તે કબૂલ ન કરે તો પણ તે હેતુ જ સિદ્ધ થતા, એવી નેધ તેમણે લીધી છે. એ જ રીતે ખંભાતના છોટાલાલ માણેકચંદ તથા અન્ય વ્યક્તિઓને પણ શ્રીમના આ જાતને અનુભવ થયા હતા. તેની વિગત માટે જ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ”માં “પરિચય પરાગ” એ વિભાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org