________________
૯૯
૧. જીવનરેખા પિતાની “હસ્તનાંધ”માં પણ કરી હતી. અને એ માટેની યથાયોગ્યતા કઈ રીતે આવે તે માટે તેઓ પ્રયત્નશીલ પણ રહ્યા હતા. પરંતુ તેમનાથી એ કાર્ય પૂર્ણ થાય તે પહેલાં જ તેમની જીવનલીલા પૂર્ણ થઈ.
જૈન ધર્મમાં પ્રવર્તતા મતભેદ તેમને પસંદ ન હતા. તેમને એક વિવાદ મૂતિ બાબતને છે, કેટલાક પ્રતિમાને માને છે અને કેટલાક તેનો નિષેધ કરે છે. શ્રીમદ્દ પહેલાં પ્રતિમાને માનતા ન હતા, પણ પાછળથી તેમને તેમાં શ્રદ્ધા થઈ હતી. તે માટે તેમણે “પ્રતિમાસિદ્ધિ” નામને લઘુગ્રંથ પણ લખ્યો હતો. પછીથી તે તેઓ જિનાલયમાં જવા, પ્રતિમાનું પૂજન કરવા પણ ભલામણ કરતા.
દિગંબર અને શ્વેતાંબર એવા છે જેનમાર્ગના ફટાની સમજ આપતે “ક્ષસિદ્ધાંત” નામનો એક લેખ લખવો તેમણે ચાલુ કર્યો હતો, પણ તે અપૂર્ણ રહ્યો છે. આ સિવાય બીજી જગ્યાએ પણ તેમણે તેને જ્યાં જ્યાં નિર્દેશ કર્યો છે, ત્યાં ત્યાં તે બેનો સમન્વય થાય એવી જાતની જ ભાષા વાપરી છે. સર્વ જગ્યાએ મતભેદ છોડી આત્મા પર જ લક્ષ્ય આપવાનું તેમણે જણાવ્યું છે.
આમ જોઈએ તે શ્રીમન્ન કઈ નવો ધર્મ સ્થાપવાની અભિલાષા ન હતી, પણ વીતરાગમાર્ગમાં જે ભેદ વધેલા દેખાતા હતા, તેનાથી પર એવો શુદ્ધ માર્ગ પ્રકાશવાની તેમની ઈચ્છા હતી. આથી “નવે પંથ પ્રવર્તાવવા”ને જે આરોપ તેમના પર મુકાય છે તે મિશ્યા જણાય છે. એ વિશે દી. બા. ઝવેરીએ “રાજ જયંતી” પ્રસંગે કરેલા વ્યાખ્યાનમાં કહેલું કે –
કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે કવિશ્રીને નવો ધર્મ – નવીન સંપ્રદાય પ્રવર્તાવી પિતાને તેના આચાર્ય તરીકે ગણાવું હતું અને તેથી તેમને સાંપ્રત જૈન સંપ્રદાયના વિરોધી ગણવા જોઈએ. આ બાબતને તેમના લેખમાંથી મુક્લ ટેકો મળતું નથી. ઊલટે તેમને આદર્શ તે સંપ્રદાય ઉપર કુચાલ, વહેમ વગેરેના પડદાઓ પથરાઈ ગયા હતા તેને દૂર કરવાનો હતો. તાંબર અને દિગબર વચ્ચેના વિગ્રહનું સાંત્વન કરવા જે પુરુષે મથી રહ્યા હતા તેઓ શું નવા સંપ્રદાયનો પ્રચાર કરી ફરી પાછું જન સમાજમાં એક તડ વધારે? કવિશ્રીનું ચારિત્ર જોતાં એ અનુમાન લેશ માત્ર સંભવતું નથી.”૧૫૬
જૈન સમાજમાં પ્રવર્તતાં તો એક કરવાને પુરુષાર્થ શ્રીમદે કેવો કર્યો હતો તે વિશે પંડિત સુખલાલજીએ ઈ. સ. ૧૯૨૨માં ઊજવાયેલી શ્રીમદ્દની જયંતી નિમિત્તે અમદાવાદમાં કહ્યું હતું કે –
એકબીજાનાં શાસ્ત્રોનાં સાદર વાચન અને ચિંતન દ્વારા ત્રણે ફિરકા – શ્વેતાંબર, - દિગંબર અને સ્થાનકવાસીઓમાં એકતા ઉત્પન્ન કરવાનું કામ આરંભવાનું શ્રેય તે
૧૫૬. “શ્રીમદ્ રાજચંદ્ર જયંતી વ્યાખ્યાને”, દી. બા. ઝવેરીનો નિબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org