________________
૧૦૨
શ્રીમદની અવનસિદ્ધિ થયું હતું. આવા લોકો તરફથી થતા પરિષહને મુનિ શાંતિથી વેદતા હતા, અને પોતે સ્વીકારેલા સત્ય માર્ગથી ચલિત નહોતા થતા. જેમ જેમ તેમને મુશકેલી વધતી હતી તેમ તેમ તેમની શ્રીમદ્દ પ્રતિની ભક્તિ પણ વધતી હતી. તેઓ પૂરા શ્રીમદ્દમય જ બની ગયા હતા. તેમની શ્રીમદરહિત સ્થિતિ ક૯૫વી લગભગ અશક્ય છે. વિ. સં. ૧૯૫૪માં તેમને શ્રીમદ્દના ઉપદેશથી સમ્યજ્ઞાન થયું હતું. શ્રીમદ્દના અવસાન પછીનું બધું આયુષ્ય તેમણે લોકોને શ્રીમદ્દની સાચી ઓળખાણ કરાવવામાં જ ગાળ્યું હતું. અને તેમની પ્રેરણાથી જ
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – અગાસ”ની સ્થાપના થઈ હતી. એ આશ્રમમાં લોકોને ઉપદેશ આપતાં તેમણે ૧૪ વર્ષ ગાળ્યાં હતાં. પોતે શ્રીમની યથાર્થ ઓળખાણ પામીને, લોકોને એને લાભ આપનાર કઈ હોય તે એક લલ્લુજી મહારાજ જ હતા.
સભાગભાઈ લલુભાઈ – શ્રી સભાગભાઈ પણ વિ. સં. ૧૯૪૬માં જ શ્રીમના પરિચયમાં આવ્યા હતા. “બીજજ્ઞાન”ને મંત્ર આપવા જનાર સૌભાગભાઈ પોતે જ શ્રીમદની શક્તિથી પ્રભાવિત થાય છે, અને તેમને જ્ઞાની તરીકે ઓળખી ત્રણ વંદન પણ કરે છે. સાયલાનિવાસી ભાગભાઈ શ્રીમદ્ કરતાં વયમાં ૪૪ વર્ષ મોટા હતા. પણ તેઓ બંને વચ્ચે હૃદયસંબંધ સ્થપાય છે. અને તેમને લીધે જ શ્રીમદ્દનું વિપુલ પત્રસાહિત્ય આપણને સમૃદ્ધ દશામાં મળે છે. શ્રીમદ્દ પણ સેભાગભાઈ પ્રતિ એટલા બધા આકર્ષાયા હતા કે તેમને તેઓ “પરમાર્થસખા”, “હૃદયના વિશ્રામરૂપ” વગેરે વિશેષણથી સંબોધતા. બંને પર એકબીજાને ઘણે ગાઢ પ્રભાવ હતો. અને બંને એકબીજાના ઉપકારી તથા માર્ગદર્શક હતા. સેભાગભાઈ માટે શ્રીમદને કેવું આકર્ષણ હતું તે તે તેમના પરના કેટલાક પત્ર વાંચતાં સમજાય તેમ છે. તેમણે પણ શ્રીમદ્દ દ્વારા વિ. સં. ૧૯૫૩માં આત્માની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી હતી. અને વિ. સં. ૧૯૫૩માં જ શ્રીમદે પોતાના આ પરમાર્થસખાને ગુમાવ્યા! પણ એ વખતે એમની અંતરંગ દશા એટલી ઉચ્ચ હતી કે એ ઘા તેઓ શાંતિથી ખમી શક્યા હતા.
શ્રીમદુની ચમત્કારિક શક્તિઓ તથા તેમના સ્મરણય પ્રસંગે બાળવયથી જ શ્રીમદમાં ચમત્કારિક શક્તિઓનો આવિર્ભાવ જોવા મળતો હતો! માત્ર સાત વર્ષની વયે તેમને જાતિસ્મરણશાન થયું હતું, આઠમા વર્ષથી તેમની કવિત્વશક્તિ ખીલવા લાગી હતી, અને સેળેક વર્ષની વયથી તેમણે અવધાનના પ્રયોગ કરવા શરૂ કર્યા હતા. આઠ અવધાનથી શરૂ કરી ૧૯ વર્ષની વયે તે તેઓ શતાવધાન સુધી પહોંચી ગયા હતા. એમની સ્મરણશક્તિ પણ એવી જ તીવ્ર હતી. એમને તિષનો અભ્યાસ પણ સારો હતે. અને એ બધાં ઉપરાંત બીજી કેટલીક આત્મિક શક્તિઓ પણ તેમનામાં ખીલી હતી. તે છતાં તેમણે એ બધી વીસ વર્ષની વય પછી પોતાના અંતરમાં શમાવી દીધી હતી. તેઓ સાંસારિક જવાબદારીઓ અદા કર્યા પછી આત્મામાં મગ્ન રહી ધર્મમય પ્રવૃત્તિમાં સમય ગાળતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org