________________
૧૦૦
શ્રીમદ્દની જીવનસિદ્ધિ
શ્રીમને જ છે – જે આગળ જતાં ‘ પરમશ્રુત પ્રભાવક મંડળ’રૂપે અપાંશે મૂર્તરૂપ ધારણ કરે છે. ૧૫૭
આમ પ્રત્યેક જાતનાં મતમતાંતરોથી દૂર રહેનાર શ્રીમદ્ વેદાંત, સાંખ્ય, બૌદ્ધ વગેરે ઢના વિશે પેાતાને પ્રમાણિકપણે લાગ્યા તેવા જ અભિપ્રાય આપ્યા હતા. તેમને આ અભિપ્રાય “ઉપદેશનાં ”, “ ઉપદેશછાયા ”, “ વ્યાખ્યાનસાર” અને કેટલાક પત્રો જોતાં સ્પષ્ટ જણાશે.
આમ શ્રીમદ ધર્મની બાબતમાં સત્યાન્વેષક જ રહ્યા હતા તેમ આપણે નિઃશકપણે કહી શકીએ.
શ્રીમના અગત પરિચયમાં આવનાર મહત્ત્વની વ્યક્તિઓ
શ્રીમદ્દમાં ખીલેલા આંતરિક ગુણાથી આકર્ષાઈ ને કેટલીક વ્યક્તિએ તેમના વૈરાગ્ય૨'ગથી રંગાઈ ગઈ હતી. અને તેવી વ્યક્તિ પર શ્રીમના એટલા બધા પ્રભાવ પડથો હતા કે તેમનું જીવનવહેણ પણ બદલાઈ ગયુ` હતુ`. આવી મહત્ત્વની વ્યક્તિઓમાં શ્રી જૂઠાભાઈ ઉજમશી, શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા, મહાત્મા ગાંધીજી, શ્રી અંબાલાલ લાલચંદ, મુનીશ્રી લલ્લુજી, અને શ્રી સેાભાગભાઈ લલ્લુભાઈના સમાવેશ થાય છે.૧૫૮
જૂઠ્ઠાભાઈ ઉજમશી – વિ. સં. ૧૯૪૪માં “ મેાક્ષમાળા”ના કામ અંગે શ્રીમદ્ અમદાવાદ આવ્યા ત્યારે તેમને પેાતાનાથી એક વર્ષ માટા શ્રી જૂડાભાઈ ના પિરચય થયે. જૂઠાભાઈ પૂર્વના સસ્કારી જીવ હતા, એટલે અને પરસ્પરના ગુણાથી આકર્ષાયા, અને ધીમે ધીમે બંનેના પરિચય ગાઢ થતા ગયા. પ્રત્યક્ષ સમાગમ ન હોય ત્યારે તેઓ પત્રો દ્વારા પરમાર્થ-ચર્ચા કરતા, અને એ નિમિત્તે તેમના પત્રવ્યવહાર નિયમિત ચાલતા. જૂઠાભાઈ દ્વારા શ્રી અ‘બાલાલભાઈ ને પણ શ્રીમની ઓળખાણ થઈ. આમ શ્રીમદ્ અને અંબાલાલભાઈ ના પિરચય જૂઠાભાઈ દ્વારા થયા. જૂડાભાઈને શ્રીમના સમાગમ પછી સમ્યક્ત્વ પ્રકાશ્યું હતું. પણ આત્મજ્ઞાની જૂઠાભાઈની જીવનલીલા માત્ર ૨૩ વર્ષની ઊગતી વધે, વિ. સ. ૧૯૪૬માં સ કૈલાઈ ગઈ ! પરમામા'માં આધારરૂપ જૂઠાભાઈના વિચાગ શ્રીમદને સાહ્યા હતા.
મહે
મનસુખભાઈ કિરતચ’૪. મારખીના રહીશ શ્રી કિરતચંદભાઈના પુત્ર શ્રી મનસુખભાઈ શ્રીમથી લગભગ આઠ-દસ વર્ષે નાના હતા. તેઓ લગભગ વિ. સં. ૧૯૫૦ની સાલથી
<<
૧૫૭. શ્રીમદ્ રાજચંદ્ર : અવશતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૮૫.
૧૫૮. શ્રી જૂડાભાઈ, ગાંધીજી, મનસુખભાઈ, સોભાગભાઈ, અંબાલાલભાઇ અને લલ્લુજી મહારાજ સાથેના શ્રીમના સંબંધની અને તે દરેકના જીવન ઉપર પડેલા શ્રીમદ્દ્ના પ્રભાવની વિગતવાર માહિતી માટે જુએ : આગળ પ્રકરણ ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org