________________
૧. જીવનરેખા શ્રીમદના પરિચયમાં આવ્યા હતા, પણ તેમને શ્રીમદ્દની જ્ઞાની તરીકેની ઓળખાણ તે લગભગ વિ. સં. ૧૯૫૫ની સાલમાં થઈ. તે પછી તેમને શ્રીમદ્દ માટે પૂજ્યભાવ વધતો ગયા હતા. પણ વિ. સં. ૧૯૫૭માં શ્રીમદ્દ દેહાંત થતાં મનસુખભાઈને તેમને પ્રત્યક્ષ સત્સંગ બહુ ઓછાં વર્ષો રહ્યો હતે. શ્રીમદના અવસાન પછી તેમના સાહિત્યના સંશોધનનું કામ કરવામાં મનસુખભાઈએ પણ સારો પરિશ્રમ લીધો હતો. તે બધામાં મનસુખભાઈને શ્રીમદ્દ પ્રત્યેને પૂજ્યભાવ વ્યક્ત થાય છે.
મહાત્મા ગાંધીજી – શ્રીમદ્દ કરતાં લગભગ પોણા બે વર્ષે નાના ગાંધીજીને શ્રીમને પહેલે પરિચય, તેઓ વકીલાતનો અભ્યાસ પૂરો કરીને વિલાયતથી હિંદ આવ્યા તે જ દિવસે થયો હતે. પહેલી જ મુલાકાતથી ગાંધીજી શ્રીમનાં ગુણે અને શક્તિઓથી આકર્ષાયા હતા. પછી તે શ્રીમદના ગુણને લીધે તેઓ તેમના પ્રતિ વિશેષ આકર્ષાયા હતા. ગાંધીજી આફ્રિકા ગયા તે પહેલાંનાં બે વર્ષ તેઓ શ્રીમદુના ગાઢ પરિચયમાં રહ્યા હતા, અને તે વખતે સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહાચર્ય, દયાધર્મ વગેરે વિશેની પ્રેરણા તેમણે શ્રીમદ્દ પાસેથી મેળવી હતી. આફ્રિકામાં પણ ગાંધીજી ધર્મમંથનમાં પડી ગયા હતા ત્યારે શ્રીમદ્દ તરફથી તેમને મળેલું માર્ગદર્શન બહુ ઉપયોગી થયું હતું. અને શ્રીમદ્ આપેલા માર્ગદર્શનથી સાચી સૂઝ પડતાં ગાંધીજી ધર્મ પરિવર્તન કરતા અટકી ગયા હતા. અન્ય પ્રસંગે પણ ગાંધીજી શ્રીમદ્દનું માર્ગદર્શન માગતા, અને તે અનુસાર ચાલવા તેઓ પ્રયત્ન કરતા. આમ ગાંધીજીના જીવન પર શ્રીમદ્દની પ્રબળ અસર હતી, જે ગાંધીજીએ પોતે જ વારંવાર સ્વીકારી પણ હતી.
અંબાલાલ લાલચં–ખંભાતના રહીશ શ્રી અંબાલાલભાઈ, જઠાભાઈ દ્વારા શ્રીમદના પરિચયમાં વિ. સં. ૧૯૪૬માં આવ્યા હતા. તેઓ લગભગ શ્રીમદની જ ઉંમરના હતા. પરિચય વધતાં અંબાલાલભાઈનું જીવન શ્રીમદ્દમય જ થઈ ગયું હતું. શ્રીમદ્દ નિવૃત્તિ અથે ગુજરાતમાં આવતા ત્યારે તેમની સેવામાં તેઓ રહેતા. અને અન્ય સમયે તેઓ શ્રીમદ્ સોંપેલું પ્રતે ઉતારવાનું, સુવચને ઉતારવાનું, પત્રોની નકલ કરવાનું વગેરે કામ કરતા. તેમની મરણશક્તિ ઘણું તીવ્ર હતી, અક્ષરે ઘણું સુંદર હતા, અને સાથે પરમાર્થની ભક્તિ પણ એવી જ હતી. એટલે તેઓ શ્રીમદ્દનું પ્રીતિપાત્ર બન્યા હતા. વિ. સં. ૧૯૪૬થી શરૂ થયેલ તેમને પરિચય શ્રીમદ્દના અવસાન સુધી ચાલુ રહ્યો હતો. તે પછી અંબાલાલભાઈએ શ્રીમદ્દનું સાહિત્ય એકઠું કરવામાં મનસુખભાઈ રવજીભાઈ મહેતાને ઘણું સારી મદદ કરી હતી. અને એ દ્વારા શ્રીમદ્દ પ્રતિને પોતાને પૂજ્યભાવ સાર્થક કર્યો હતો. અંબાલાલભાઈનું વિ. સં. ૧૯૬૧માં પ્લેગના રોગથી અવસાન થયું હતું, તેમને પણ શ્રીમદ્દની હયાતી દરમ્યાન સમતિ થયું હતું.
લલ્લજી મહારાજ – દીક્ષા લીધા પછી લગભગ છ વર્ષે શ્રી લલ્લુજી મહારાજ, અંબાલાલભાઈ મારફત વિ. સં. ૧૯૪૬માં શ્રીમદ્દના પરિચયમાં આવ્યા હતા. તેઓ શ્રીમથી ૧૪ વર્ષે મોટા હતા, પણ પહેલી જ મુલાકાત વખતે શ્રીમદ્દ માટે પૂજ્યબુદ્ધિ થવાથી તેમણે ગૃહસ્થ શ્રીમદને ત્રણ વંદના કરી હતી. અને પછીથી તેમણે શ્રીમદ્દને ગુરુ તરીકે જ સ્વીકાર્યા હતા. મુનિ થઈને તેમણે ગૃહસ્થને ગુરુ ગણ્યા તેથી જૈન સમાજમાં તેમના માટે ઘણો વિરોધ ઊભો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org