________________
શ્રીમદની જીવનસિદ્ધિ એ હરિભદ્રાચાર્યને મધ્યસ્થતા બેધક કલેક ટાંકી શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા પાકા વેદાંતીને પણ મધ્યસ્થતા કેળવવાની હિમાયત કરે છે.
જૈન દર્શનને ઉત્તમ માનતા હોવા છતાં વિ. સં. ૧૯૪૪ થી શરૂ કરી વિ. સં. ૧૯૫૭ સુધી તેમણે સઘળાં મતમતાંતરને ત્યાગવાને જ ઉપદેશ આપ્યો હતો. જે માગે આત્મજ્ઞાન થાય તે જ માર્ગ ઉત્તમ તે તેમની મુખ્ય માન્યતા હતી. કેઈ પણ ધર્મ પ્રતિ તેમને અંગત રાગ કે દ્વેષ નહોતો, તે ઉપરનાં અવતરણે ઉપરાંત તેમણે રચેલાં “મોક્ષમાળા”, “આત્મસિદ્ધિ”, “અપૂર્વ અવસર”, “મૂળમાર્ગ રહસ્ય”, “પંથ પરમ પદ બેધ્યે”, વગેરે જોતાં જણાશે. આત્મજ્ઞાન થવાનો ઉપાય શ્રેષ્ઠ રીતે જેનમાં બતાવ્યો હોવાથી તેમને તેમાં પ્રીતિ થઈ હતી, તેમ છતાં જ્યાં જ્યાંથી સારાં ત મળે ત્યાં ત્યાંથી તે લેવામાં તેમણે કદી બાધ ગો ન હતો. આથી જ તે તેઓ કબીર, નરસિંહ, મીરાં, અખ, દયારામ, છમ, પ્રીતમ, નિરાંત, ભજે વગેરે સંત કવિઓનાં કાવ્યોને અધ્યાત્મરસ માણી શકતા હતા. વળી, તેમણે અનેક જગ્યાએ જૈન દર્શનનાં ન હોય તેવાં “પ્રબોધશતક”, “પંચીકરણ”,
ગવાશિષ્ટ”, “મણિરત્નમાળા”, “ગીતા” આદિ પુસ્તક વાંચ્યાને ઉલ્લેખ કર્યો છે, એટલું જ નહિ તે ગ્રંથ વાંચવાની ભલામણ મુમુક્ષુઓને પણ કરી છે. તે જ બતાવે છે કે તેમને ઉપદેશ કેઈ મતમાં પુરાઈ રહેવાનો ન હતો, પણ આત્મજ્ઞાન પામવાને રસ્તે જ ચાલવાનો હતો.
આત્મજ્ઞાન પામવા માટે તેમને જેમ જૈન દર્શનની ઉત્તમતા લાગી, તેમ તેના ઉપાય તરીકે ભક્તિમાર્ગ શ્રેષ્ઠ લાગ્યો હતો. ભક્તિમાર્ગે ચાલવાથી જીવનું કલ્યાણ વહેલું થાય છે, તેમ તેઓ માનતા હતા. વિ. સં. ૧૯૪૭ના મહા વદ ૩ ના રોજ, પિતાને પરાભક્તિનું સ્વરૂપ સમજાયાની વાત તેમણે સેભાગભાઈને લખી છે. તેમાં ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણને મહીની મટકીમાં નાખીને વેચવા ચાલી છે, તે “ભાગવત”ના પ્રસંગમાં ગોપીઓની ભક્તિ દ્વારા વ્યાસમુનિએ પણ કેવો અખંડ હરિરસ ગાય છે, તે વિશે શ્રીમદે લખ્યું છે કે –
આખી સૃષ્ટિને મથીને જે મહી કાઢીએ માત્ર એક અમૃતરૂ૫ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થળ કરી વ્યાસજીએ અદભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે. તે મને ઘણું કાળ થયાં પહેલાં સમજાયું છે, આજે અતિ અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે... ઘણું ઘણું પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષનાં ચરણ સમીપ રહીને થાય તે ક્ષણ વારમાં મોક્ષ કરી દે તે પદાર્થ છે.”૧૫૧
અહીં ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા ઉપરાંત અન્ય ધર્મનાં સારાં તો સ્વીકારવાની શ્રીમદની રીતિ જોઈ શકાશે. વળી આ વચને જુઓ –
૧૫૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૬૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org