________________
૧. જીવનરેખા
આ ઉપરાંત શ્રીમદ્દ એ જ અભિપ્રાય જણાવતાં નીચેનાં વચને તપાસ -
“જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જેની થવાને નથી જણાવતા, વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા, તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણુવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા. માત્ર જે જણાવીએ છીએ, તે તમે સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ, જેની અને વેદાંતી આદિને ભેટ ત્યાગ કરે. ૧૪૪
ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તે ત્યાં પછી મતમતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મવ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે, જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે, અને જેટલા આત્મા તર્યા છે, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એક જ ભાવને પામીને.૧૪૫
જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આત્મા ઘણુ વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં જ મોક્ષ છે એમ ધારણા છે. 2૧૪૬
“હું કેઈ ગરછમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહિ.૧૪ ૭
જગતના સઘળા દર્શનની મતની શ્રદ્ધાને ભૂલી જજે, જન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે, માત્ર તે પુરુષના યોગસ્કુરિત ચારિત્રમાં જ ઉપગને પ્રવર્તાવશે.”૧૪૮
આ પ્રકારનાં અનેક વચન ઉપરાંત શ્રીમદનાં કાવ્યમાં પણ એ જ અભિપ્રાય ઠેર ઠેર નજરે ચડે છે. એક-બે ઉદાહરણ જોઈએ :–
“ભિન્ન ભિન્ન મત દેખિએ, ભેદ દષ્ટિને એહ, એક તત્વના મૂળમાં, વ્યાપ્યા માને તેહ.” જાતિ વેશનો ભેદ નહિ, કહ્યો માગ જે હોય,
સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.”૧૪૯ શ્રીમદ્દ આમ પક્ષપાતરહિત, મધ્યસ્થતાથી જ જૈનધર્મને શ્રેષ્ઠ ગણુતા હતા, તેથી જ તો તેઓ –
" पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
ગુમ વનને સ્વ રહ્યું ઃ પરિપ્રદ: || ૧૫૦ ૧૪૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૨૬. ૧૪૫. એજન પૃ. ૧૯૩. ૧૪૬. એજન, પૃ. ૨૧૮. ૧૪૭. એજન, પૃ. ૧૭૦. ૧૪૮. એજન, પૃ. ૧૭૦. ૧૪૯. એજન, પૃ. પપ૩. ૧૫૦. એજન, પૃ. ૧૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org