________________
૯૩
૧. જીવનરેખા.
શ્રીમદ્દનાં માતુશ્રી જૈનનાં દીકરી હતાં, તેથી તેમના તરફથી તેમને જન સંસ્કાર પણ મળ્યા હતા. વળી, તેમની જન્મભૂમિના ગામ વવાણિયામાં જેટલા વાણિયાઓ રહેતા હતા, તેને મોટે ભાગ પ્રતિમાને નહિ માનનાર જનવર્ગમાં આવતો હતે. શ્રીમદ્દ પહેલેથી ગામના નામાંકિત અને શક્તિશાળી વિદ્યાર્થી તરીકે પ્રખ્યાત હતા. તેથી ગામના અગ્રગણ્ય લોકો તેમની સાથે વાત કરવા શ્રીમદને બોલાવતા. શ્રીમદ્દ પણ પિતાની શક્તિ બતાવવા તેમની પાસે જતા અને વાતચીત કરતા. એ લોકો શ્રીમદ્દ સાથેની વાતોથી આનંદિત થતા, અને ક્યારેક શ્રીમદે બાંધેલી કંઠીની હાંસી પણ કરતા. તે વખતે તેઓ પોતાને અભિપ્રાય સમજાવવા બનતે પ્રયત્ન કરતા, પણ એ લોકે વધુ સબળ હતા. તે લોકોના સંગમાં શ્રીમદને જૈનનાં “પ્રતિક્રમણ સૂત્ર”, “સામાયિક સૂત્ર” આદિ વાંચવા મળ્યાં. તેમાં ખૂબ જ વિનયપૂર્વક સર્વ જગતના જીવોથી મૈત્રી ઈશ્કેલી જોઈને શ્રીમદની આ સૂત્રે ઉપર પ્રીતિ થઈ, અને સાથે સાથે વૈષ્ણવ સંપ્રદાયમાં પણ પ્રીતિ ચાલુ રહી. ધીરે ધીરે જૈનધર્મને તેમને પરિચય વધતો ગયો, તો પણ તેમને વૈષ્ણવ સંપ્રદાયના સ્વચ્છ રહેવાના તથા બીજા કેટલાક આચારવિચાર વિશેષ પ્રિય હતા. એટલું જ નહિ પણ જગતકર્તા પ્રત્યેની તેમની શ્રદ્ધા એવી જ અચળ હતી. એ અરસામાં, એટલે કે લગભગ તેમની તેર વર્ષની વય આસપાસ, તેમણે બંધાવેલ કંઠી તૂટી ગઈ, જે તેમણે ફરીથી બંધાવી નહિ.
આમ બાળવયથી જ શ્રીમદ્ સત્યધન પાછળ લાગી ગયા હતા. વૈષ્ણવ સંપ્રદાયની પ્રીતિ હોવા છતાં, જનનું જે જે સારું લાગ્યું તે તે સર્વે તેઓ ઝડપથી સ્વીકારતા ગયા હતા. અને વર્ષોના પ્રયત્ન પછી પણ જે સાધ્ય ન થાય તે તેમણે આ રીતે નાની વયમાં જ સાધ્ય કરી લીધું હતું.
તેર વર્ષની વયે શરૂ થયેલ ધર્મમંથનને કાળ લગભગ ત્રણેક વર્ષ સુધી લંબાયો હતે. છ દર્શનમાં શ્રેષ્ઠ કયું, કયા દર્શનને અનુસરવાથી જીવનમુક્ત થવાય એની શોધમાં તેમણે ત્રણચાર વર્ષ, જે જે ધાર્મિક ગ્રંથ ઉપલબ્ધ થયા તે તે વાંચવા-વિચારવામાં ગાળ્યાં. અને તેમાંથી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે વીતરાગ પ્રભુપ્રણીત માર્ગ–જન દર્શન – જ શ્રેષ્ઠ છે.
પોતે કરેલા નિર્ણયને નિચોડ તથા સમજાવટ તેમણે “મોક્ષમાળામાં આપેલ છે. તેમાં જૈનધર્મના સિદ્ધાંત સરળતાથી સમજાવવાની સાથે અનેક દૃષ્ટાંતો પણ આપ્યાં છે. વળી ષડ્રદર્શનની તુલનામાં જૈનધર્મની શ્રેષ્ઠતા બતાવવા તેમણે “તત્ત્વાવબોધ”ના ૧૭ પાઠ તેમાં રચ્યા છે. તેમાં જનધર્મની શ્રેષ્ઠતા કઈ રીતે હતી તે બતાવતાં તેમણે લખ્યું છે કે –
જૈનના અકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તો પણ પાર પામીએ નહિ તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યા અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તક કેવા પવિત્ર પુરુષે હતા ! એના સિદ્ધાંતો કેવા અખંડ, સંપૂર્ણ અને દયામય છે! એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જનનું દર્શન છે. એ એક્કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહિ હોય, અને એવું એકે તત્ત્વ નથી જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org