________________
૧. જીવનરેખા
સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘ શંકા, મેઢ પાણી કે આંખે પાણી કે પરસે કંઈ પણ પણ આઠથી બે વાગ્યા સુધી, પ્રાણ છૂટા પડ્યા તે પણ કશું જણાયું નહોતું. એક કલાકે, દૂધ પીધા પછી હંમેશ દિશાએ જવું પડતું તેને બદલે આજે કંઈ પણ નહિ. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્થભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટો. પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ધારસીભાઈ અને નવલચંદભાઈ પાસે છે. પોતે તદ્દન વીતરાગભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કે ઈ પણ પ્રકારે તેઓશ્રીએ પોતાની માની પ્રવૃત્તિ કરેલી નહિ, ઉદાસીનપણું જ યોગ્ય ધાર્યું હતું.”૧૩૮
શ્રીમદના દેહત્યાગ વખતે શ્રી નવલભાઈ પણ હાજર હતા. તેઓશ્રી અંબાલાલભાઈને શ્રીમદ્દના દેહત્યાગ-સમયની દશા વર્ણવતાં લખે છે કે –
“નિર્વાણ સમયની મૂતિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનહર અને જોતાં તૃપ્તિ ન થાય તેવી શોભતી હતી, એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતા તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શક્તા નથી.”૧૩૯
વિ. સં. ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમ ને મંગળવારે બપોરે બે વાગ્યે થયેલા શ્રીમદના દેહાંતના સમાચારથી અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ વગેરેને ઘણે આઘાત લાગ્યો હતો. અને તેમને વિગ પણ સાલ્યો હતો. - સમાધિમરણ થવું એ બહુ દુર્લભ વસ્તુ છે. જ્ઞાનીઓ કહે છે કે એક ભવનું સમાધિમરણ અંનત ભવનાં અસમાધિમરણને ટાળી દે છે. એવું અપૂર્વ સમાધિમરણ શ્રીમદને પ્રાપ્ત થયું હતું. અલબત્ત, તેમણે પોતાની આખી જિંદગી એ માટે જ પુરુષાર્થ કર્યો હતો. અને તેના ફળરૂપે તેમણે ઉચ્ચ સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું.
અનેક વર્તમાનપત્રોએ શ્રીમદના અવસાનની નેધ લેતાં અગ્રલેખ લખ્યા હતા. અને તેમાં શ્રીમદની અવધાન, જયોતિષ આદિના જ્ઞાનથી ઉજ્જવળ થયેલી કારકિર્દીને ચિતાર અપાયો હતો. આ બધાંમાં મુંબઈ સમાચાર”, “ધ પાયોનિયર”, “ધ ઈન્ડિયન સ્પેકટેટર” વગેરે મુખ્ય હતાં. આ સમયે અલાહાબાદથી પ્રગટ થતા અંગ્રેજી પત્ર “ધ પાયોનિયર”ના તા. ૨૨ મે ૧૯૦૧ના અંકમાં શ્રીમદ્ રાજચંદ્રના અવસાન-પ્રસગે નીચે પ્રમાણે નેધ લેવાઈ હતી :-
૧૩૮. “શ્રીમદ્ રાજચંદ્ર : જીવનકળા”, આવૃત્તિ ૫, પૃ. ૨૧૮. ૧૩૯. એજન, પૃ. ૨૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org