________________
૧. જીવનરેખા
શ્રીમક્રને સંસારત્યાગ કરવાની આજ્ઞા આપવા જણાવ્યું હતું. અને તેથી શ્રીમદ્દ આજ્ઞા મેળવવાની રાહ જોતા હતા. પોતાને માતા ૨જા નહતાં આપતાં તે વખતે એક વાર શ્રીમદ્ તેમની માતાને કહેલું કે, “મા, જીવતે જોગી.. કોઈ દિવસ તેનું મેટું જેવા તમને મળશે ને તમારે બારણે આવશે.”૧૩૨ તે પછી કઈક રાજાનું દૃષ્ટાંત પણ આપ્યું હતું. તે બધું સાંભળીને અતિ દુ:ખ થવાથી તેમનાં માતા ખૂબ રડયાં હતાં. તેથી દુઃખ પામી શ્રીમદે કહેલું. “મા, તમને જેમ ઠીક લાગે તેમ. હવે હું બોલીશ નહિ.”૧૩૩ આ પ્રસંગ બન્યા પછી, અને શ્રીમદ્ભા દેહત્યાગ પછી માતુશ્રી કહેતાં કે, મેં ભાઈને સાધુ થવાની રજા આપી હતી તે ભાઈની ઉંમર વધારે હતી, એમ ભાઈ કઈક વખત કહેતા.૧૩૪
આમ સર્વસંગપરિત્યાગની રજા તે માતાજી પાસેથી નહોતી મળી, છતાં વિ. સં. ૧૯૫૫ પછીથી તેમણે લક્ષમી અને સ્ત્રી બંનેને ત્યાગ કર્યો હતે. અને શ્રીમદ્દ એ વ્રત બહુ બારીકાઈથી પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પણ તેઓ પોતાની પાસે રાખતા નહિ. અને વિ.સં. ૧૯૫૬માં તેમની પ્રેરણાથી સ્થપાયેલ “પરમકૃત પ્રભાવક મંડળ”ના કામકાજ અને ક્યારેક પૈસાની બાબતમાં ભળવું પડે તો તેને પણ અતિચારરૂપે ગણતા.
વિ. સં. ૧૫૭માં માતાજીની આજ્ઞા મળવાની આશા બંધાવાથી તેમણે સર્વસંગપરિત્યાગની તૈયારી ચાલુ કરી. પણ તે અરસામાં તેમની તબિયત વધુ બગડી. તેમને લાગુ પડેલું સંગ્રહણનું દર્દ દિવસે દિવસે જોર પકડતું ગયું, અને દેહને કૃશ બનાવતું ગયું. તેથી લીંબડી, વઢવાણ વગેરે સ્થળોએ તેમને હવાફેર માટે લઈ જવામાં આવ્યા, પણ કંઈ ફાયદો થયો નહિ. અંતિમ દિવસોમાં તે તેમની કાયા સુકાઈને માત્ર ૪૫ પીંડની થઈ ગઈ હતી.૧૩૫ આ વ્યાધિ હતું તેથી અન્ય સંબંધીઓ ચિંતાતુર થઈ જતા તેપણ શ્રીમદ તે હંમેશ પ્રસન્નચિત્ત જ રહેતા. આવી તબિયતે વિ. સં. ૧૯૫૭ના ફાગણ માસ આસપાસ તેમને રાજકેટ ખસેડવામાં આવ્યા, જ્યાં ડો. પ્રાણજીવનદાસ વગેરે તેમની સેવામાં હતા.
વિ. સં. ૧૯૫૭માં અમદાવાદના સેમાભાઈ નામના એક ભાઈ શ્રીમદની પાસે તેમની સેવા માટે ગયા હતા. તેઓ જણાવતા હતા કે તે વખતે શ્રીમદને સંગ્રહણનું દરદ બહ જોરમાં હતું, તેથી વારંવાર ઝાડે જવું પડતું હતું. અને તબિયત એટલી બધી નબળી હતી કે પથારીમાં જ તેમને ઝાડે કરાવા. તેમને ઝાડે નાખનાર સર્વ જણાવે છે કે શ્રીમદ્દના ઝાડામાં કેસર અને કસ્તૂરીની સુગંધ આવતી હતી, આથી કોઈને પણ સૂગ થતી નહોતી. શ્રીમદ્દના જ્ઞાનને આ અતિશય હતેા.૧૩૬
૧૩૨. ૧૩૩. ૧૩૪. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ”, પૃ. ૫૭. ૧૩૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ભાગ ૨, ખંડ ૪, પૃ. ૧૨૦. ૧૩૬. ઝાડામાં કેસર-કસ્તુરીની સુગંધની વાત સોમાભાઈ મહાસુખભાઈ જણાવતા હતા. તેઓ
શ્રીમદ્દના સમાગમમાં વિ. સં. ૧૯૫૬-૫૭માં આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org