________________
શ્રીમદના જીવન સિદ્ધિ જેવામાં આવતી નથી. શ્રીમદે કદી પણ પિતાના નિર્ણયમાં શંકા કરી નથી, અને સ્વીકારેલા માર્ગમાં નિઃશંકત્વને નિર્ધાર તેમણે પોતાની હસ્તને ધમાં કર્યો છે, તે આપણે પહેલા આભિગ્રહિક-
મિથ્યાત્વ વખતે જોયું, તે અહીં પણ ગણી શકાય. બીજી બાજુ આત્માનાં છ પદને જેણે દઢ નિર્ધાર કર્યો હોય તેને આ મિથ્યાત્વ કેમ સંભવી શકે? - મિથ્યાત્વને પાંચ પ્રકાર તે અનાગમિથ્યાત્વ. એકે દ્વિયાદિ જોને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે. પૂર્વના સંસ્કારી બળવાન ક્ષપશમી પુરુષમાં આ મિથ્યાત્વને તે અવકાશ જ કઈ રીતે હોય?
આમ, કોઈ પણ જાતનું મિથ્યાત્વ જેને પ્રવર્તતું નથી તથા સમ્યકત્વનાં પાંચ લક્ષણ જેનામાં છે, તે ઉપરાંત ક્ષપકશ્રેણીએ ચઢીને, ક્ષીણમહ ગુણસ્થાનેથી આગળ વધીને, કેવલ્યપદ પામવાના કોડ જે “અપૂર્વ અવસર”માં સેવે છે, તે શ્રીમને સમકિત સંભવતું હતું, એ બાબતમાં સંશય કેમ આવી શકે ?
શ્રીમદનું અંતિમ વર્ષ
વિ. સં. ૧૯૫૨થી સર્વસંગપરિત્યાગ કરવાની ઇચ્છા શ્રીમદે સેવી હતી, પરંતુ કેટલાક સંજોગોને કારણે તેઓ વેપારાદિ કાર્યમાંથી નિવૃત્ત થઈ શક્યા ન હતા. પરંતુ વિ. સં. ૧૫૫થી તેમણે બધાં ક્ષેત્રેથી નિવૃત્તિ સ્વીકારી હતી, અને સર્વસંગપરિત્યાગની તૈયારી ચાલુ કરી હતી, વાનપ્રસ્થ ધર્મ પાળવાની શરૂઆત પણ કરી હતી. તેમને વૈરાગ્ય તીવ્ર બન્યો હતો.
એ અરસામાં તેમને સંગ્રહણી રોગ લાગુ પડશે, પરિણામે શ્રીમની નાજુક તબિયત વિશેષ નબળી બની. માથા પર સૂર્યનાં કિરણો લાગે તે તેથી તેમને માથું દુખવા આવતું. વજન પણ ઘણું ઊતરી ગયું હતું. તેમ છતાં મને બળ દઢ હતું.
વિ. સં. ૧લ્પ૬માં તેઓ ઈડરથી નરોડા આવ્યા હતા, ત્યાં મુનિસમાગમ કર્યો હતે. એક દિવસ બપોરના બાર વાગ્યે જંગલમાં સત્સંગ માટે જવાન બધાએ નિર્ણય કર્યો. એ પ્રમાણે બધા મુનિઓ તેમની રાહ જોતા ભાગે ઊભા. શ્રીમદ્દે આવીને મુનિઓના પગ દાઝતા હશે એમ કહી પિતાના પગમાંથી પણ પગરખાં કાઢી નાખ્યાં, અને ખુલ્લા પગે અનિઓ સાથે ચાલવા લાગ્યા. નિયત સ્થાને પહોંચ્યા ત્યારે શ્રીમનાં પગનાં તળિયાં લાલચોળ થઈ ગયાં હતાં, છતાં તેમણે ત્યાં હાથ સુધ્ધાં ફેરવ્યો નહિ. અને બેઠા પછી તેમણે મુનિઓને જણાવ્યું કે, “અમે હવે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ.” અને પછી મુનિઓને તેમણે બંધ કર્યો. આમ પ્રત્યેક સાંસારિક બાબતમાં શ્રીમદ્દની નિસ્પૃહતા ઘણી વધી ગઈ હતી.
વિ. સં. ૧૯૫૭માં શ્રીમદ્દ અમદાવાદ આવ્યા, તે પહેલાં શ્રીમદે તેમનાં માતુશ્રી પાસે “સર્વસંગપરિત્યાગ કરવા દેવાની ” આજ્ઞા ઘણુ વાર માગી હતી. પણ પુત્ર પરના અતિરાગને લઈને માતા રજા આપતાં નહોતાં. પરંતુ વિ. સં. ૧૯૫૭માં તેમણે સાજા થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org