________________
શ્રીમદની જીવનસિદ્ધિ અનુકંપાબુદ્ધિ તેમનામાં હતી. પૂ. ગાંધીજી જણાવે છે તેમ તેઓ શ્રીમદ્દ પાસેથી દયા ધર્મ શીખ્યા હતા,૧૨૪ અર્થાત્ તેમણે અહિંસા જાણે હતી. એ બતાવે છે કે તેમનામાં દયાધર્મ કેટલે અંશે ખીલ્યો હતો.૧૨૫
શ્રી વીતરાગપ્રણીત ધર્મમાં અર્થાત્ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ આદિ છ પદમાં અનન્ય શ્રદ્ધા તે આસ્થા નામનું સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ છે. આત્મા અને તેનાં છ પદની તેમનામાં અનન્ય શ્રદ્ધા હતી તે તેમના પ્રત્યેક લખાણમાંથી સ્પષ્ટ થાય છે. વિ. સં. ૧૯૪૬ના ભાદરવા માસમાં શ્રીમદે ધમૅછુક ભાઈ ખીમજીને આત્માનાં છએ ૫દમાં શંકા ન કરવા તથા તે વિશે વારંવાર વિચારવા લખ્યું છે, અને તે પછી પણ અનેક જગ્યાએ તે પદની નિઃશંકતા વિશે લખ્યું છે. અને તે વિશેની વિશેષ પ્રતીતિ તેઓએ શ્રી લલ્લુજી મહારાજ પર લખેલા “છે પદને પત્રમાં તથા “આત્મસિદ્ધિ”માં આવે છે. છ પદના પત્રમાં તેમણે લખ્યું છે કે –
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યફદર્શનનાં મુખ્ય નિવાસબૂત કહ્યા એવી આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે. એ છ પંદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. જે જે પુરુષને એ છે પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળે પણ તેમ થશે...”૧૨૬
આ ઉપરાંત વીતરાગપુરુષે પ્રણીત કરેલા માર્ગની અનન્ય શ્રદ્ધા તેમની “મોક્ષમાળા”, આત્મસિદ્ધિ તથા અન્ય પત્રોમાં પણ જોવા મળે છે.૧૨ ૭ આત્માનાં આ છએ પદની પિતાને કેઈ કાળે શંકા નહિ થાય તે વિશેનો પિતાનો નિશ્ચય શ્રીમદ્દે પોતાની હાથધમાં લખે છે.૧૨૮ આ બધાં પ્રમાણે બતાવે છે કે શ્રીમદને વીતરાગપ્રણીત ધર્મ અને આત્માનાં છે પદમાં અનન્ય શ્રદ્ધા હતી.
અહીં આપણે જોયું તેમ સમ્યફવનાં પાંચ લક્ષણે – શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા – શ્રીમદમાં આવ્યાં હતાં. તે બતાવે છે કે તેમને જ્ઞાન થયું હતું. વળી શાસ્ત્રોમાં મિથ્યાત્વનાં જે પાંચ લક્ષણે કહ્યાં છે તેનો શ્રીમદ્દમાં અભાવ હતો તે પણ આપણે જોઈ શકીશું. ૧૨૪. વિ. સં. ૧૯૭૮ની કીકી પૂનમે ગાંધીજીએ આપેલું વ્યાખ્યાન, “શ્રીમની જીવનયાત્રા”,
પૃ. ૧૨૫. ૧૨૫. શ્રીમદ્દમાં કેટલે અંશે દયાધમ ખીલ્યો હતો તે વિશેના શ્રી શંકરભાઈ વગેરેના
અનુભ, “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી મારકગ્રંથ ", પૃ. ૧૦૮ આદિ.. ૧૨૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૯૫, આંક ૨૯૩. આ આખો પત્ર
શ્રીમદ્દને કેવું નિઃશંકત્વ હતું તે જાણવા માટે બહુ ઉપયોગી છે. ૧૨૭. જુઓ એજન, પત્રાંક : ૧૦૪, ૧૭૦, ૨૭૪, ૩૨૨, ૩૩૦ વગેરે. ૧૨૮. એજન, પૃ. ૭૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org