________________
શ્રીમદની જીવનસિદ્ધિ રાજકેટ આવ્યા પછી શ્રીમદ્દની તબિયત વધુ લથડી હતી. તેમનાં કુટુંબીજને તથા સ્નેહીજને તેમની સેવામાં હતાં. પણ તેઓ તે પોતાના આત્મસ્વરૂપમાં જ લીન રહેતા. તેમણે પોતાની સ્થિતિ વિશે થોડા ઉદગારે વિ. સં. ૧૯૫૭ના ફાગણ વદ ત્રીજના રોજ લખ્યા હતા, તે જોઈએ –
ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વરચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે બાજે ઘણે રહ્યો હતો તે આત્મવીર્યો કરી જેમ અ૫કાળે વેદી લેવાય તેમ પ્રઘટન કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે. તે અન્યથા થતું નથી એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.”૧૩૭
આ વચનો પરથી લાગે છે કે તેમને પોતાના અંતિમ દિવસોને ખ્યાલ આવી ગયે હતે.
શ્રીમદના અંતિમ દિવસની – ચૈત્ર વદ ૫ ની -ચર્યા તેમના લઘુબંધુ શ્રી મનસુખભાઈએ લખી છે, તે વિગત તેમના જ શબ્દોમાં જોઈએ –
મનદુઃખ, હું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઈને સમજી શક્યો નહિ. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતો. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું, “તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનું છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશે. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા કહી શકાવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે. આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગને કારણે ચેતી શકયા નહિ. અમે તે બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે “નિશ્ચિંત રહે, ભાઈનું સમાધિમૃત્યુ છે.” ઉપાય કરતાં શરદી ઓછી થઈ ગઈ. પિણું આઠ વાગે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તન્ન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પણ નવે કહ્યું, “મનસુખ, દુઃખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું.” સાડાસાત વાગે જે બિછાનામાં પોઢયા હતા તેમાંથી એક કોચ ઉપર ફેરવવાની મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણું જણાય છે માટે ફેરફાર ન કર. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે મેં સમાધિભાવે સૂઈ શકાય એવી કેચ પર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા. લેશ માત્ર આત્મા છુટા થવાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ પડાવેલ તે જ ૧૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org