________________
શ્રીમહની જનસિદ્ધિ અર્થમાં ઉપગ કરતા. અ +મે = “હું” નહિ તે “અમે, અને શ્રીમદ્ આ અર્થમાં અમે શબ્દનો ઉપયોગ કરતા. તેમનું દેહાભિમાન ગળવા વિશેનું સૌથી સચોટ ઉદાહરણ તેમનું સેભાગભાઈને લખેલું આ વચન છે.
અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ છીએ ત્યારે માંડ જાણીએ છીએ.૧૧૮ પિતાને દેહ છે કે કેમ તે વિશે પણ સંભારવું પડે તેવી વિદેહી દશા તેમણે વર્ણવી છે. આ ઉપરાંત “જડ ચેતન વિવેક”, “વીસ દોહરા” આદિ પડ્યો પણ તેમના નિરભિમાનીપણાની, નિર્માનીપણની સાક્ષી પૂરે છે.
માયા એ ત્રીજે કષાય છે. “માયા” શબ્દ બે અર્થમાં વપરાય છે : “માયા” એટલે “પટ” અને “માયા” એટલે “રાગ”. આ બંનેમાંથી કેાઈ પણ પ્રકારની માયા શ્રીમદ્દને સ્પર્શતી ન હતી.
શ્રીમદ્દમાં કપટ નહોતું. વેપારાદિમાં તેઓ સંપૂર્ણ પ્રામાણિક હતા. નફા વિશે પણ તેમને ચોક્કસ ખ્યાલ હતા. અમુક ટકાથી વિશેષ ન લેવા તેઓ પ્રેરાતા નહીં; અને કેઈને મુશકેલીમાંથી છોડાવવા પિતાને મળતો નફો પણ જતો કરતા. આરબ સાથે પ્રસંગ સુવિદિત છે. વળી તેમનામાં સત્યપ્રિયતા એટલી બધી હતી કે કપટને તે તેઓ વિચાર સરખે પણ કરી શકતા હતા.
શ્રીમદ્ રાગ પર પણ એ જ વિજય મેળવ્યો હતો. ધન, સ્ત્રી આદિનો તે તેમણે ત્યાગ કર્યો જ હતો, અને તે પ્રતિ જોતા પણ નહિ. આ ઉપરાંત અન્ય જીવો પ્રત્યે તે તેમને રાગ નહેાતે, એટલું જ નહિ પિતાના દેહ પ્રતિ પણ તેઓ નિસ્પૃહ હતા. તેઓ નિવૃત્તિક્ષેત્રે વસતા ત્યારે દેહને પૂરું પિષણ આપતા નહિ. ડાંસ, મચ્છર વગેરે જીવજંતુથી થતા પરિષહ પ્રસન્નચિત્તથી સહેતા; કાંટા, ઝાંખરા, ઝાડીમાંથી ખુલે પગે પસાર થતી વખતે પગમાંથી લોહી નીકળે કે અન્ય ઈજા થાય તો પણ તેઓ નિઃસ્પૃહ રહેતા. તેમનું લક્ષ તો “કાયાની માયા વિસારવામાં” જ હતું. કારણ કે તેમની નેમ ભવનંત કરવાની હતી. તે માટે “જડ ચેતન વિવેક”માં તેમણે લખ્યું છે કે –
કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા,
નિગ્રંથને પંથ, ભવસંતને ઉપાય છે.” આમ તેઓ દેહથી શરૂ કરી અન્ય જીવ તથા પુદગલની માયાથી મુક્ત થઈ ગયા હતા.
ચોથા કષાય “લોભ” પર પણ તેમણે એવો જ વિજય મેળવ્યો હતે. માન, કીતિ. પૈસે આદિન લાભ તેમણે ત્યજે હતે. કીતિન તે તેમણે વિ. સં. ૧૯૪૩થી અવધાન આદિના પ્રાગે બંધ કરી દૂર ધકેલી દીધી હતી. પિતા પર રહેલું ઋણ અદા કરવા તેમણે વેપાર કર્યો હતો. અને તે ધનને પણ વિ. સં. ૧૫૫થી તેમણે ત્યાગ કર્યો હતે.
૧૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ર૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org